શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ દ્વારા ભારતીય દાર્શનિક અનુસંધાન પરિષદ, નવી દિલ્હીના સહયોગથી સંચાલિત “શૈવ ધર્મ અને દર્શનનું અવધારણાત્મક માનચિત્ર” વિષય પર ત્રિ-દિવસીય રાષ્ટ્રીય સેમિનારમાં બીજા દિવસે ચાર શેષન યોજાયાં જેમાં પહેલું સેશન ડો.શ્વેતા જિંજૂરકરની અધ્યક્ષતામાં યોજાયું. જેમાં શૈવ ધર્મનો વ્યાપક પ્રભાવ, શિવ ગીતાનું ચિંતન વગેરે વિષયો પર શોધપત્ર પ્રસ્તુત થયા. ત્યારબાદ બીજું સેશન ડો રવિન્દ્ર ખાંડવાલાની અધ્યક્ષતામાં યોજાયું જેમાં શ્રીમદ ભાગવત પુરાણમાં નિરૂપિત શિવ તત્ત્વનું મહત્વ, ઉપરાંત અન્ય ચાર શોધપત્રો પ્રસ્તુત થયા. ત્યારબાદ ત્રીજું સત્ર ડો.પ્રિયવ્રતમિશ્રજીની અધ્યક્ષતામાં યોજાયું જેમાં પુરાણોમાં વર્ણિત શિવનું સ્વરૂપ, ઉપનિષદોમાં શિવનું સ્વરૂપ વગેરે વિષયોં પર શોધાર્થીઓ દ્વારા શોધપાત્રોને પ્રસ્તુત કરાયા. જયારે ચોથા સેશનમાં પ્રો. પ્રભાત કુમારની અધ્યક્ષતામાં વીર સિદ્ધાંત વિમર્શ, શ્રીમદ ભાગવતમાં શિવ તત્વ વગેરે વિષય ઉપર શોધ પત્રો પ્રસ્તુત કરાયા.
સોમનાથ સંસ્કૃત યુનિ.માં ત્રિ-દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરાયું
Follow US
Find US on Social Medias