અમેરિકાએ દેશમાં જ H-1B વિઝા રિન્યુઅલ કરવા માટે ઔપચારિકરૂપે પાયલટ પ્રોગ્રામ શરૂ કર્યો છે. હજારો ભારતીય ટેકનોલોજી પ્રોફેશનલને લાભ થવાની સંભાવના છે.
સૌથી વધુ H-1B વિઝાની માંગ જોવા મળી રહી છે. અમેરિકાએ દેશમાં જ H-1B વિઝા રિન્યુઅલ કરવા માટે ઔપચારિકરૂપે પાયલટ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ નિર્ણયથી હજારો ભારતીય ટેકનોલોજી પ્રોફેશનલને લાભ થવાની સંભાવના છે.
- Advertisement -
H-1B વિઝા બિન-પ્રવાસી વિઝા છે, જે અમેરિકન કંપનીઓને વિદેશી શ્રમિકોને વિશેષ બિઝનેસમાં નિયુક્ત કરવાની મંજૂરી આપે છે. જે માટે થિયોરેટિકલ અને ટેકનિકલ નિષ્ણાંતની જરૂર હોય છે. ટેકનોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશમાંથી હજારો કર્મચારીઓને નિયુક્ત કરે છે.
એપ્રિલ સુધી આ કાર્યક્રમ ચાલશે
29 જાન્યુઆરીથી વિઝા રિન્યુઅલ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે અને આ પ્રોગ્રામ એપ્રિલ સુધી ચાલશે. જેથી H-1B વિઝાધારક સરળતાથી વિઝા રિન્યુઅલ કરાવી શકશે. જૂન 2023માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધિકૃત યાત્રા દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી.
અમેરિકામાં વિઝા રિન્યૂ થશે
વિદેશ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ હેઠળ 29 જાન્યુઆરીથી 1 એપ્રિલ સુધી અરજી સ્વીકાર કરવામાં આવશે. બે દાયકા પહેલી વાર સીમિત સંખ્યામાં H-1B વિઝા બિનપ્રવાસી વિઝાધારક અમેરિકામાં જ વિઝા રિન્યૂ કરાવી શકશે.