કૃતિ અને શાહિદની ’યે લવ સ્ટોરી’ આ વર્ષે વેલેન્ટાઈન ડેના અવસર પર 9 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. ‘આદિપુરુષ’ની નિષ્ફળતા બાદ કૃતિ અને નિર્માતાઓને પણ આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કૃતિ સેનનને UAE સરકાર દ્વારા ગોલ્ડન વિઝા આપવામાં આવ્યો છે. આ સાથે જ આ સન્માન મેળવનાર બોલિવૂડ સ્ટાર્સની યાદીમાં અભિનેત્રીનું નામ સામેલ થઈ ગયું છે. આ પહેલા પણ તે ઘણા બોલિવૂડ સ્ટાર્સને આપવામાં આવી ચુકી છે. કૃતજ્ઞતા વ્યક્ત કરતાં કૃતિએ કહ્યું કે, UAEના ગોલ્ડન વિઝા મેળવવો એ સન્માનની વાત છે.
- Advertisement -
દુબઈ મારા હૃદયમાં એક વિશેષ સ્થાન ધરાવે છે અને હું તેની સુંદર સંસ્કૃતિનો ભાગ બનવા માટે ઉત્સુક છું.UAE ના આ ગોલ્ડન વિઝાના ઘણા ફાયદા છે. UAE , વિશ્ર્વના ટોચના સ્થળોમાંનું એક, તેની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ટોચની પ્રતિભાઓને આકર્ષવા માટે ગોલ્ડન વિઝા આપે છે. આ ગોલ્ડન વિઝા ત્યાં લાંબા ગાળાના રોકાણ અથવા સેટલમેન્ટની પણ મંજૂરી આપે છે. UAE એ તેની શરૂઆત 2019માં કરી હતી.
આ સ્ટાર્સને પણ આ વિઝા મળ્યા છે
કૃતિ પહેલા બોલિવૂડની અનેક હસ્તીઓને ગોલ્ડન વિઝા મળી ચૂક્યા છે. UAE સરકારે અગાઉ શાહરૂખ ખાન, સંજય દત્ત, સાનિયા મિર્ઝા, બોની કપૂર, વરુણ ધવન, મૌની રોય, ઉર્વશી રૌતેલા, સુનીલ શેટ્ટી, નેહા કક્કર, રણવીર સિંહ, કમલ હસન, મોહનલાલ, દુલકર સલમાન, ફરાહ ખાન, સોનુ સૂદને આ ગોલ્ડન વિઝા મળેલ છે.