દીવની જનતાએ પીએમ મોદીની બાંહેધરીને બહાલી આપી અને લોકસભાની ચૂંટણી પહેલા સરપંચો અને પંચાયતના સભ્યો સાથે 6-6 ગ્રામ પંચાયતોમાં સુમેળ સાધીને દીવને ભાજપની કીમીટીમાં મૂક્યું હતું થોડા દિવસો પહેલા કેન્દ્રીય પ્રદેશ ચૂંટણી પંચે દીવની 6 ગ્રામ પંચાયતોના સરપંચો, વણકબારા ગ્રામ પંચાયત, મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયત, મહારાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયત, સઉદવાડી ગ્રામ પંચાયત, શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયત, વલ્લભભાઈ પટેલ ઝોલાવાડી ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી અંતર્ગત ગ્રામ પંચાયતના 8-8 પંચાયત સભ્યો અને 2 પંચાયત સભ્યોની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.અને 27 જાન્યુઆરીએ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી. કેન્દ્રીય રાજ્ય દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી અને સહપ્રભારી દુષ્યંત પટેલના માર્ગદર્શન હેઠળ દીવ જિલ્લા ભાજપ પ્રમુખ મોહન લકમણે અને તેમની ટીમે દીવની જનતાના સહકારથી વિજય મેળવ્યો હતો. તમામ ગ્રામ પંચાયતોના સરપંચો અને પંચાયત સભ્યો બિનહરીફ કરી સફળતા મેળવી છે.
દીવના લોકોને PM મોદીની ગેરંટી પર વિશ્ર્વાસ છે એ સાબિત કર્યું
You Might Also Like
Follow US
Find US on Social Medias