– ગવર્નરનો સપોર્ટ પણ નીકકીને કામ ન આવ્યો
અમેરિકામાં વર્ષના અંતે યોજાનારી રાષ્ટ્રપતિપદની ચુંટણી માટે રીપબ્લીકન પક્ષની પ્રાઈમરીમાં પુર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક મહત્વના રાજય ન્યુ હૈંપશરમાં જબરો વિજય મેળવીને પક્ષમાં તેમના પ્રતિદ્વંદી અને ભારતીય મૂળના મહિલા નેતા નીકકી હેલીને મોટો આંચકો આપ્યો છે.
- Advertisement -
ન્યુયોર્ક ટાઈમ્સના રીપોર્ટ મુજબ હજું ફકત 26% મતોની ગણતરી થઈ છે અને તેમાં ટ્રમ્પે 51%થી વધુ મતો મેળવી લીધા છે અને તેમના હરીફ નીકકી હેલીથી ખૂબજ આગળ પહોંચી ગયા હતા અને હવે ટ્રમ્પની જીતનું ઔપચારીક એલાન જ બાકી છે.
નીકકી હેલીએ તેના પ્રચારનો મોટા ભાગનો સમય આ રાજયમાં વિતાવીને ટ્રમ્પને પ્રથમ આંચકો આપવાની તૈયારી કરી હતી અને ન્યુ હૈંપશરના લોકપ્રિય ગવર્નર કિસ સુનુનુ પણ હેરીની સાથે હતા.
Despite latest loss to Trump in New Hampshire, "race is far from over," says Nikki Haley
- Advertisement -
Read @ANI Story | https://t.co/uMBx8LOBew#DonaldTrump #NikkiHaley #US #USElections #NewHampshirePrimary pic.twitter.com/MqYD30yzf4
— ANI Digital (@ani_digital) January 24, 2024
આમ હેલી માટે હવે આ સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. અગાઉ રીપબ્લીકન પક્ષમાં ટ્રમ્પના ટર્નીંગ મેટ એટલે કે ઉપરાષ્ટ્રપતિ તરીકે નીકકી હેલીને પસંદ કરવા ટ્રમ્પને દરખાસ્ત થઈ હતી પણ ટ્રમ્પે તે નકારી કાઢતા કહ્યું કે નીકકી સેનેટર તરીકે યોગ્ય છે પણ તેને ઉપરાષ્ટ્રપતિના સંભવિત ઉમેદવાર તરીકે હું જોતો નથી.
એક બાદ એક રાજયો ટ્રમ્પ જે રીતે રીપબ્લીકન ઉમેદવાર તરીકે આગળ વધી રહ્યા છે તેથી હવે વર્ષના અંતે યોજાનારી ચુંટણીમાં તેમનો મુકાબલો ડેમોક્રેટીક પક્ષના ઉમેદવાર અને વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડન સામે નિશ્ચિત બની રહ્યા છે અને ફરી 2020 જેવો જ જંગ જોવા મળશે તેવી શકયતા વધુ છે.