મિઝોરમમાં આજે મોટી ઘટના બની છે. ત્યાં લેંગપુઇ એરપોર્ટ પર મ્યાનમાર સેનાનું એક વિમાન રનવે પરથી ઉતરી ગયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, પ્લોનમાં પાઇલોટ સહિત 14 લોકો હાજર હતા. જેમાંથી 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે.
Mizoram | Six people were injured after a plane from the Burmese Army crashed at Lengpui airport. 14 people were on board with the pilot. The injured were admitted to Lengpui Hospital: Mizoram DGP pic.twitter.com/AUXmOmCR2x
- Advertisement -
— ANI (@ANI) January 23, 2024
- Advertisement -
જણાવવામાં આવી રહ્યું છે કે, આ વિમાન મ્યાનમારથી આવેલા મ્યાનમારી સૈનિકોને લઇને આવી રહ્યું હતું. જો કે, લેંગપુઇ એરપોર્ટના ખરાબ રનવેના કારણે લેન્ડિંગના સમયે મ્યાનમાર સેનાનું શાંક્સી વાઇઃ8 વિમાન રનવેથી ઉતરીને ખાણમાં પડી ગયું હતું.
ભારતે મ્યાનમારના શરણાર્થી સૈનિકોને પાછા મોકલવાનું ચાલુ કર્યુ
ઉલ્લેખનીય છે કે, ભારતે ગયા અઠવાડિયે એક જાતિય વિદ્રોહ સમૂહની સાથે ઘર્ષણ થયા પછી મિઝોરમથી આવેલા મ્યાનમારના 184 સૈનિકોને પાછા તેમના દેશ મોકલવામાં આવી રહ્યા હતા. અસમ રાઇફલ્સના અધિકારી અનુસાર, કુલ 276 સૈનિકો મિઝોરમથી આવેલા હતા, જેમાંથી 184 સૈનિકોને પાછા મોકલવામાં આવ્યા. બચેલા સૈનિકોને જલ્દી જ તેમના દેશ મોકલવામાં આવશે.