આજથી સાઉથ આફ્રિકામાં અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થવા જઈ રહી છે. આજે પ્રથમ મેચ હોસ્ટ સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાવાની છે. જ્યારે ટુર્નામેન્ટની ફાઈનલ 11 ફેબ્રુઆરીના રોજ બેનોનીમાં રમાશે. ભારતીય યુવા બ્રિગેડ છઠ્ઠી વખત ટાઈટલ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ શનિવારના રોજ પોતાની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે રમવાની છે. ભારતીય ટીમની કેપ્ટનશીપ પંજાબના ઉદય સહારનને સોંપવામાં આવી છે. બાંગ્લાદેશ સિવાય ભારતના ગ્રુપ-એમાં અમેરિકા અને આયર્લેન્ડ પણ છે.
- Advertisement -
ભારતીય ટીમ અંડર-19 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ છે. ભારતીય ટીમ પાંચ વખત (2000, 2008, 2012, 2018, 2022) ટાઈટલ જીતી ચૂકી છે. આ વખતે ભારતીય ટીમ છઠ્ઠી વખત ચેમ્પિયન બનવા માટે મેદાનમાં ઉતરવાની છે. આ સિવાય ભારતીય ટીમ વર્ષ 2016 અને 2020માં ભારત ઉપવિજેતા રહી ચૂક્યું છે.
અંડર-19 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમઃ
ઉદય સહારન (કેપ્ટન), અર્શિન કુલકર્ણી, આદર્શ સિંહ, રુદ્ર મયુર પટેલ, સચિન ધસ, પ્રિયાંશુ મોલિયા, મુશીર ખાન, અરાવેલી અવનીશ રાવ (વિકેટકીપર), સૌમ્ય કુમાર પાંડે (વાઈસ-કેપ્ટન), મુરુગન અભિષેક, ઇનેશ મહાજન (વિકેટકીપર), ધનુષ ગૌડા, આરાધ્યા શુક્લા, રાજ લિંબાણી અને નમન તિવારી.