ડાકોર મંદિર અને ભગવાન શ્રી કૃષ્ણ પર થયેલી અભદ્ર પોસ્ટમાં ધાર્મિક લાગણી દુભાતા સનાતનીઓમાં રોષ, અક્ષય દવે વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ
ભગવાન શ્રી કૃષ્ણને અભદ્ર ચીતરવાની ચેષ્ટા બાદ અક્ષય દવે નામના વ્યક્તિની ચોરી ઉપરથી સીનાજોરી !
- Advertisement -
(મહેશ પુરોહિત દ્વારા)
વાણી સ્વતંત્રતા અને મેમ બનાવવાના નામ પર ઘણા ફેસબુક ગ્રુપો બનાવવામાં આવ્યા છે. એવું જ એક ફેસબુક ગ્રુપ છે જેનું નામ ૠખઈ (ગુજરાત મીમ કોમ્યુનિટી) છે. આ ગ્રુપનો એક સભ્ય જેનું ફેસબુક આઇડીનું નામ અસતવફુ ઉફદય છે. આ અક્ષય દવે નામના આઇડીવાળી વ્યક્તિ સમયાંતરે ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ અને મીમ બનાવતો રહ્યો છે. સોશિયલ મીડિયામાં કહેવાતા કવિ અક્ષય દવેએ ભગવાન શ્રી કૃષ્ણ પર અભદ્ર પોસ્ટ કરી છે. ૠખઈ ગ્રુપમાં ડાકોર મંદિર અને ભગવાન શ્રી કૃષ્ણ પર કરવામાં આવેલી અભદ્ર પોસ્ટમાં ધાર્મિક લાગણી દુભાતા સનાતનીઓમાં રોષની લાગણી ભડકી ઉઠી છે અને અક્ષય દવે વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરવામાં આવી રહી છે.
GMC નામના ગ્રુપમાં અક્ષય દવેએ અગાઉ નરસિંહ મેહતા, પ્રભુ શ્રી રામ, શંકર પાર્વતી અને હિંદુ તહેવારો પર અશોભનીય ટિપ્પણી કરેલી
- Advertisement -
ભગવાન મારા પર એક્શન નથી લેતા કારણ કે તે આળસુ છે: અક્ષય દવે
ઉલ્લેખનીય છે કે, અગાઉ ઘણીવાર લોકોએ અક્ષય દવેને ધાર્મિક લાગણી ન દુભાવવા પ્રેમથી સમજાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે. પરંતુ આ અક્ષય દવે સમજવાના બદલે ધાર્મિક લોકોમાં સમજ ઓછી હોય તેવા તર્કો સાથે વધુ મીમ પોસ્ટ કરીને ઉશકેરતો રહ્યો છે. એક મીમમાં તે સનાતન ધર્મને ‘ટનાટન’ કહી રહ્યો છે તો ઘણી કમેન્ટના જવાબમાં તે વ્યક્તિ મારા પર કેસ કરી મુકો અથવા તો હજુ કેમ કેમ નથી કરતાં જેવી ઉશકેરાટવાળી વાતો પણ કરતો રહ્યો છે.
એક કમેન્ટમાં આ ગ્રુપના તત્કાલીન એડમીન ’મુહમદ તાહા’ને આ બાબતે ફરિયાદ કરવામાં આવી તો તેણે પણ લાગણીને માન આપવાના બદલે કહ્યું કે તમે લીગલ એક્શન લો, મને આમાં કંઈ ખોટું દેખાઈ રહ્યું નથી.
હાલમાં જે મીમ બાબતે વિવાદ થયો છે, તેમાં ભગવાન શ્રી કૃષ્ણના ચારિત્ર્યને ખરાબ ચીતરવાની કુચેષ્ટા કરી છે. મંદિરમાં ટૂંકા કપડાં પહેરીને ના આવવાની મંદિરની અપીલને કૃષ્ણ ભગવાનના બાલ સ્વરૂપને પુખ્ત બતાવીને કૂતર્ક કર્યા છે.
જોકે વિવાદ વધતા તે મીમ ડીલીટ મારવામાં આવ્યું છે. પરંતુ ડીલીટ માર્યા બાદ ઘણા લોકોએ તે મીમ બાબતે સવાલ કર્યા તો તેણે ઉલ્ટા સવાલ કરનારને કહ્યું કે “તમારા લોકોમાં બુદ્ધિ નથી માટે તમને તે મીમ સમજ પડી નથી.” આ રીતની વિકૃતિ આ વ્યક્તિએ પહેલીવાર નહીં પરંતુ વારંવાર કરતો રહ્યો છે. અગાઉ નરસિંહ મેહતા, પ્રભુ શ્રી રામ, શંકર પાર્વતી અને હિંદુ તહેવારો પર મને ફાવે તેમ બોલતો આવ્યો છે. હાલમાં સમગ્ર સોશિયલ મીડિયામાં આ બાબતે જ લોકો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. ઈવશફિલ ટફહફ અને અિિં ઇંફમિશસ ઇવફિશિું નામના યુઝરે પોસ્ટ કરી હતી, ત્યાર બાદ આ મુદ્દો આગની જેમ આખા સોશિયલ મીડિયામાં પ્રસરી ગયો હતો. તમામ સનાતનીઓની હાલમાં આ વ્યક્તિ પર કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે. ઉપરાંત આવા ગ્રુપોમાં આવા મીમ કોણ અપ્રુવ કરી રહ્યું છે, તેની તપાસ માટે પણ લોકો માંગણી કરી રહ્યા છે.