રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો થતા લોકોએ થોડી રાહત અનુભવી છે. ત્યારે 48 કલાક બાદ પણ તાપમાનનો પારો ગગડવાની શક્યતા છે. આવતીકાલે ઉત્તરાયણને લઈને પતંગ રસિયાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઉત્તરાયણનાં તહેવારને લઈ પતંગ રસીયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશામાં પવનની ગતિ જોવા મળી રહી છે. રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. હજુ પણ 48 કલાક પછી તાપમાનનો પારો ગગડવાની શક્યતા છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે નલિયા 6.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડુંગાર રહ્યું હતું. જ્યારે રાજકોટમાં 13, વડોદરામાં 16.6 અને સુરતમાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ડીસામાં 11.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
- Advertisement -
સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈઃ હવામાન વિભાગ
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તરાયણના દિવસે રાજ્યમાં સારો પવન ફુંકાશે તેમજ 15-20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. સાથો સાથ જણાવી દઈએ કે, ઉત્તરથી- ઉત્તર પૂર્વ તરફ પવન ફુંકાશે. તાપમાનની વાત કરીએ તો સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ છે. જ્યાં તાપમાન 6.4 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 16.5 ડિગ્રી, ગાંધીનગરમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વધુમાં હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે, આગામી 5 દિવસ વરસાદની કોઈ સંભાવનાઓ નથી.