માણાવદરના વડીલોનું મેડિકલ ચેકઅપ કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા ડીવાયએસપી બી.સી.ઠક્કર તથા માંગરોળ પી.એસ.આઇ. એસ.એ.સોલંકી, માણાવદર પીએસઆઇ સી.વાય.બારોટ, બાટવા પીએસઆઇ ડી.એચ.વાળા, અગ્રણી કેળવણીકાર જેઠાભાઈ પાનેરા અને અનસુયા ગૌધામના હિતેન શેઠની ઉપસ્થિતિમાં દાદા-દાદી દોસ્ત વિષય અંતર્ગત “વડીલ વંદના” એક કાર્યક્રમ યોજેલ હતો. માણાવદર વડીલો દ્રારા એસપી હર્ષદ મહેતાને શાલ ઓઢાડીને સન્માનિત કરવામા આવ્યા હતા. વડીલ વંદના કાર્યક્રમમાં લોકડાયરાનું આયોજન કરેલ હતું.
આ તકે જુનાગઢ એસપી હર્ષદ મહેતા દ્વારા પહેલ કરવામાં આવેલ કે વરિષ્ઠ નાગરિકોની સમાજ દ્વારા વધારેમાં વધારે મદદ કરવામાં આવે અને આવી વરિષ્ઠ નાગરિકોની મદદ માટે પોલીસ હર હંમેશ સાથે છે. આ તકે ડોકટરો દ્વારા વડીલોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. ઉપરાંત જરૂરીયાત વાળા વડીલોને માણાવદર સી ટીમ દ્વારા રાશન કીટ તેમજ ગરમ ધાબળાનું વિતરણ પણ કરવામાં આવેલ હતું. જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા થતા આવા કાર્યક્રમ એ આજ ના સમાજ નિર્માણ માટે તેમજ અત્યારની પેઢી માટે ઉત્તમ ઉદારણ અને પ્રેરણારૂપ બની રહ્યા છે.



