ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ એસટી ડેપો ખાતે ત્રણ સ્લીપર અને બે સેમી લક્ઝરી મળીને કુલ 5 બસોનો પ્રારંભ જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાળ, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, ડેપો મેનેજર દિલીપ શામળા,ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.એસટી ડેપોને મળેલ 5 બસો પૈકી બે વેરાવળ – મુદ્રા જ્યારે વેરાવળ – ભાવનગર, વેરાવળ – ગાંધીનગર અને વેરાવળ – મહુવાની એક – એક બસોને ઉપસ્થિત આગેવાનોનાં હસ્તે લીલી ઝંડી આપવામાં આવી હતી. જેથી આવનારા દિવસોમાં યાત્રિકોની સુવિધામાં વધારો થશે.આ તકે ધારાસભ્ય ભગવાનભાઈ બારડે એસટી બસોની જાળવણી કરવા તેમજ એસટીમાં સ્વચ્છતા જાળવવા પણ લોકોને અપીલ કરી હતી.
વેરાવળ એસટી ડેપો ખાતે સ્લિપર કોચ અને મિની લક્ઝરી પાંચ બસોનું લોકાર્પણ
