PI ડિ.એમ.હરીપરા તથા ભાજપના વોર્ડ નં-7 નાકોર્પોરેટરશ્રી વર્ષાબેન કિરિટભાઇ પાંધી તથા કોર્પોરેટરશ્રી જયશ્રીબેન પ્રવીણભાઇ ઉપસ્થિત રહ્યા હતા
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકારશ્રીના કોમ્યુનીટી આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સા.શ્રી ગુજરાત રાજય ગાંધીનગરના “ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી ઝુંબેશ હેઠળ કોમર્શીયલ વિસ્તારમાં આવેલ સોનીબજારમાં કિશોરસિંહજી સ્કુલ કોઠારીયા નાકા ખાતે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ હતુ.જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટ શહેર ભાજપના વોર્ડ નં-7 નાકોર્પોરેટરશ્રી વર્ષાબેન કિરિટભાઇ પાંધી તથા કોર્પોરેટરશ્રી જયશ્રીબેન પ્રવીણભાઇ ચાવડા તથા એ-ડીવીઝન પો.સ્ટે. ના પોલીસ અધિકારી અને કર્મચારીઓની ઉપસ્થીતીમાં કોમર્શીયલ વિસ્તારના સોનીબજાર, પરાબજાર, દાણાપીઠ,ધર્મેન્દ્ર રોડના વેપારીઓની હાજરીમાં યોજવામાં આવેલ. જેમાં પોલીસ અને વેપારીઓ વચ્ચે સમન્વય જળવાય અને વેપારીઓના પ્રશ્નોનુ ઝડપથી નિરાકરણ આવે તે માટે સોનીબજાર, પરાબજાર, દાણાપીઠ, ધર્મેન્દ્ર રોડના વેપારીઓની સમસ્યાઓ અને અપેક્ષાને ધ્યાનમાં રાખીને આ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમમાં વેપારીઓની ત્રણ વાત સાંભળવામાં આવેલ.
દાણાપીઠ વિસ્તારમાં ટ્રાફીકની સમસ્યા ખુબજ હોય જેથી વન-વે નું યોગ્ય પાલન થાય તેમજ જાહેર જનતાની નજરમાં આવે તે રીતે વન-વે ના બોર્ડ લગાવવા તેમજ માલ સામાન ઉતારવા આવતી રીક્ષા તેમજ છકડાની પ્રવેશબંધી ઉપર કડકાઈ થી નિયમોનું પાલન કરાવવું, શીયાળાનો સમય હોય જેથી રાત્રી સમય દરમિયાન ચોરીના બનાવ ન બને તે માટે પોલીસ દ્રારા યોગ્ય પેટ્રોલીંગ રાખવા રજુઆત કરેલ છે.
માર્કેટમાં ધણા વેપારીઓ દ્રારા સામાન દુકાનની બહાર ગોઠવીને દબાણ કરવામાં આવે છે તો આવા દબાણને દુર કરવા બાબતની રજુઆત
કરેલ છે.