ફાન્સની એક મહિલાએ ઈતિહાસ રચ્યો છે. તેણે 100 અબજ ડોલરની કમાણીનો આંકડો પાર કરીને સૌથી વધુ કમાણી કરનાર વિશ્વની પ્રથમ મહિલા બની છે.લોરિયલ વિશ્વની સૌથી મોટી કોસ્મેટિક્સ કંપની છે. હવે આ કંપનીની ઉત્તરાધિકારી ફ્રાન્કોઇસ બેટનકોર્ટ મેયર્સએ ઈતિહાસ રચી દીધો છે.
મેયર્સ હવે વિશ્વની સૌથી ધનિક મહિલા બની ગઈ છે.ફ્રાન્કોઇસ બેટનકોર્ટ મેયર્સની સંપત્તિ 100 અરબ ડોલરના આંકડાને પાર કરી ચૂકી છે. તે આટલી સંપત્તિ ધરાવતી વિશ્વની પ્રથમ મહિલા બની ગઈ છે. અત્યાર સુધીમાં કોઈપણ મહિલાની સંપત્તિ 100 અરબ ડોલર ન હતી. બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સ અનુસાર, તે હવે વિશ્વના ધનિકોની લિસ્ટમાં 12મા સ્થાને આવી ગઈ છે.
- Advertisement -
મેયર્સ લોરિયલની ફાઉન્ડર યૂઝીન શુલરની પૌત્રી છે. મેયર્સ અને તેના પરિવાર પાસે કંપનીનો 34 ટકા ભાગ છે. ગોર્જિયનના રિપોર્ટ પ્રમાણે, ફ્રાન્કોઇસ બેટનકોર્ટ મેયર્સની માતા લિલિયન બેટનકોર્ટ પણ વર્ષ 2017 સુધી વિશ્ર્વની સૌથી ધનિક મહિલા હતી. વર્ષ 2017માં લિલિયન બેટનકોર્ટની મૃત્યુ બાદ તે તેની એકલી ઉત્તરાધિકારી બની હતી. જણાવી દઈએ કે, ભારતમાં મેયર્સથી વધુની સંપત્તિ કોઈની પણ પાસે નથી.