ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 24 કેસ નોંધાયા છે. જેથી ગુજરાતમાં કોરોનાનાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 79 પહોંચી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ભીડભાડવાળી જગ્યાએ ન જવા સૂચન કર્યું હોવા છતાં પણ લોકોની બેદકારી સામે આવી રહી છે. આગામી સમયમાં કોરોનાનાં કેસનો આંકડો વધે તો નવાઈ નહી.
ગુજરાતમાં ફરી કોરોનાંનાં કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. દસ દિવસ અગાઉ ગુજરાતમાં માંડ 23 એક્ટિવ કેસ હતા. રવિવારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 24 કેસ નોધાયા છે. જેમાં મોટા ભાગનાં કેસ અમદાવાદનાં છે. હવે ગુજરાતમાં કોરોનાનાં એક્ટિવ કેસની સંખ્યા 79 થવા પામી છે. જેમાં રાજ્યમાં 11 દર્દીઓ સાજા થતા તેઓ કોરોનાં મુક્ત થયા હતા. સરકારી આંકડા મુજબ 24 કલાકમાં એક પણ દર્દીનું મોત થવા પામ્યું નથી.
- Advertisement -
ગુજરાતમાં નવા વેરિએન્ટ JN.1 vex 40 કેસ નોંધાયા
અમદાવાદ શહેરની વાત કરીએ તો હાલ સૌથી વધુ એક્ટિવ કેસ અમદાવાદ શહેરમાં છે. કોવિડનાં નવા વેરિએન્ટ JN.1 નાં ગુજરાતમાં 40 કેસ નોંધાવા પામ્યા છે. તબીબોનાં જણાવ્યા અનુસાર સરકાર હોસ્પિટલમાં કોવિડનાં દાખલ દર્દીઓની સંખ્યા ઓછી છે. ત્યારે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતની બીમારીવાળા દર્દીને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ટીબીનાં રોગની સારવાર ચાલી રહેલ વૃદ્ધાનું અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
અમદાવાદમાં રવિવારે એક જ દિવસમાં 21 કેસ નોંધાયા
અમદાવાદમાં કોરોનાંનાં આંકડાઓમાં પણ ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. ત્યારે એક જ દિવસમાં કોરોનાંનાં 21 કેસ નોંધાતા લોકોમાં હવે ધીરે ધીરે ફરી કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે. શહેરનાં નારણપુરા, બોડકદેવ, જોધપુર, શાહીબાહ, ઘાટલોડિયા, દાણીલીમડા, મણીનગર, ભાઈપુરા, નવરંગપુરા, પાલડી, વાસણા, સરખેજ, ઈસનપુર અને ખોખરા વિસ્તામાં એક કેસ નોંધાવવા પામ્યો છે. હાલ અમદાવાદ શહેરમાં કુલ 60 જેટલા એક્ટિવ કેસ છે. હાલ એક દર્દી હોસ્પિટલમાં દાખલ છે. તો 59 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે.
8 દર્દીઓની ટ્રાવેલીંગ હિસ્ટ્રી અન્ય રાજ્યો તેમજ વિદેશથી પરત આવ્યાનો ખુલાસો
વર્ષનાં છેલ્લા દિવસે અમદાવાદ શહેરમાં કોરોનાનાં 21 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું તો બીજી તરફ લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે 21 કેસમાં 15 પુરૂષ જ્યારે 6 મહિલા દર્દીઓ નોંધાયા છે. 8 દર્દીઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી પણ સામે આવી છે. જેમાં તેઓ મુંબઈ, કેરળ, કેનેડા, USA થી પરત આવ્યા હોવાનો ખુલાસો થયો હતો. હાલ અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 60 થઈ છે. જેમાં 11 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. તેમજ 1 દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.