એજ્યુકેશન પોલીસીનો અમલ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર- 1ની પરીક્ષા જાહેર
4 જાન્યુઆરીથી સેમેસ્ટર- 1ની પરીક્ષા, BA, Bcom, BCSની પરીક્ષા મોડી લેવાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર- 1ની પરીક્ષા જાહેર કરવામાં આવી છે. આ વખતે પ્રથમ વખત નવી એજ્યુકેશન પોલીસી મુજબ પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓની મુખ્ય પરીક્ષા સાથે બાસ્કેટ વિષયો એટલે કે વધારાના પણ ગમતા વિષયો ભણ્યા હોય તેની પણ પરીક્ષા લેવાશે. જેમાં ભારતીય જ્ઞાન પ્રણાલીના 62 વિષયો સામેલ છે. અહીં બેચલર ડિગ્રીના જે કોર્સમાં ઓછા વિદ્યાર્થીઓ છે તેની પરીક્ષા લેવામાં આવશે. ત્યારે મુખ્ય કોર્સ ગણાતા બી.એ., બી.કોમ., બી. એસ.સી.ના વિદ્યાર્થીઓની પરીક્ષા મોડી લેવાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોની દ્વારા સેમેસ્ટર- 1ના વિદ્યાર્થીઓની પરીક્ષા જાહેર કરવામાં આવી છે. જેમાં આર્ટસમાં ઇઅઈંઉ, ઇઉંખઈ, ઇકઈંઇ, ખકઈંઇ, ઇજઠ, મેનેજમેન્ટમાં ઇજઝખ, લોમાં ઇઅકકઇ, કકઇ 2016, 2019 અને 2022માં પ્રવેશ પામતા વિદ્યાર્થીઓ, પરફોર્મિંગ આર્ટ્સમાં ઇઙઅ વર્ષ 2016 અને 2019, સાયન્સમાં બી.ડિઝાઇન અને બી. એસસી. એપ્લાયડ ફિઝિક્સ, રૂરલમાં બી.આર.એસ. તો મેડીકલમાં બી.એસસી. નર્સિંગના વિદ્યાર્થીઓને પરીક્ષા લેવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય પ્રણાલી મુજબના 62 વિષયો પસંદ કરવામાં આવ્યા છે. જેથી જે અભ્યાસક્રમના વિષયની 4 ક્રેડિટ છે. તેની થીયરી પરીક્ષાનો સમય 2 કલાકનો રહેશે. જયારે 2 ક્રેડિટના અભ્યાસક્રમના વિષયની પરીક્ષાનો સમય 1 કલાકનો રાખવામાં આવ્યો છે. બપોરે 2.30થી 3.10, 4.30 અને 5 વાગ્યાના સેશનમાં પરીક્ષા લેવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામકે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા નવી શિક્ષણનીતિ અંતર્ગત ભારતીય જ્ઞાન પ્રણાલી મુજબના વિષયો દાખલ કરવામાં આવતા તેમાં 100થી વધુ વિષયો છે. જેથી વિદ્યાર્થીઓએ પસંદ કરેલા વિષયો મુજબ નિયત સમયગાળામાં પરીક્ષા ગોઠવવી એ થોડું મુશ્કેલ હતુ. જેને કારણે સેમેસ્ટર- 1ની પરીક્ષા મોડી લેવાઇ રહી છે. હાલ જાહેર કરેલા 15 કોર્સની પરીક્ષા બાદ ટૂંક સમયમાં સેમેસ્ટર- 1ના બી.એ., બી.કોમ., બી. એસસી.ના વિદ્યાર્થીઓની પરીક્ષા જાહેર કરવામાં આવશે.