રણબીર કપુર- બોબી દેઓલ સાથેની ફિલ્મ એનિમલના કારણે તૃપ્તિ ડીમરી તરફ સૌની નજર મંડાયેલી છે. અગાઉ ‘કાલા’ અને ‘બુલબુલ’ જેવી ફિલ્મોમાં તૃપ્તિની એકટીંગ વખણાઈ હતી, પરંતુ ‘એનિમલ’ સાથે તેને સ્ટાર કેટેગરીમાં સ્થાન મળ્યું હતું. સોશિયલ મીડીયા પર તૃપ્તિને નેશનલ ક્રશનું બિરુદ મળી રહ્યું છે. વધી રહેલી લોકપ્રિયતાનો લાભ તૃપ્તિને મળવા માંડયો છે. કાર્તિક આર્યન સાથે આગામી ફિલ્મ આશિકી-3માં તૃપ્તિનો લીડ રોલ ફાઈનલ થયો છે.
ભુષણકુમાર કાર્તિક આર્યન સાથે આશિકી 3 બનાવવાની જાહેરાત ઘણા સમય પહેલા કરી ચૂકયા છે. ‘એનિમલ’ના પ્રોડયુસર પણ ભૂષણકુમાર જ છે. આમ, તેઓ તૃપ્તિથી પરિચિત છે. તેઓ કાર્તિક આર્યન સાથે આશિકી 3 બનાવવા માંગતા હતા, પરંતુ લીડ રોલમાં કોઈ એકટ્રેસ નકકી થઈ ન હતી.
- Advertisement -
તેમણે તૃપ્તિ ડીમરીને આ રોલ માટે ફાઈનલ કરી હોવાનું કહેવાય છે. લીડ એકટ્રેસ નકકી થઈ જતાં બે મહિનામાં ફિલ્મનું શુટીંગ શરૂ કરવાનું આયોજન છે. શુટીંગની શરૂઆત કરતા પહેલા ફિલ્મના ડાયરેકટરે તેમને હોમવર્ક પણ આપી દીધું છે. તેમને સ્ક્રિપ્ટ સમજવા અને વર્કશોપ્સ કરવા કહેવાયું છે, જેથી સેટ પર પહોંચે ત્યારે માનસિક સજજ થઈ શકાય. 10 વર્ષ અગાઉ આશિકી 2 રિલીઝ થઈ હતી.
આ ફિલ્મમાં શ્રદ્ધા કપુર અને આદીત્ય રોય કપુર લીડ રોલમાં હતા. સીકવલ અને ફ્રેન્ચાઈઝી ફિલ્મો ઓડિયન્સને પસંદ આવી રહી હોવાથી આશિકીનો ત્રીજો ભાગ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કાર્તિક આર્યન અને ભૂષણકુમાર આ પહેલાથી ભુલ ભુલૈયા 3 નું કામ પણ શરૂ કરી ચૂકયા છે.