ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના યાત્રાધામો ખુબ જ ઝડપથી વિકસિત થઈ રહ્યા છે. શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ આરામથી ભગવાનના દર્શન કરી શકે તે માટે સરકારે અનેક સુવિધાઓ વિકસાવી છે. પાવાગઢ રોપ વે, ચોટીલા ટ્રેનથી લઈને ગિરનાર દર્શન માટે પણ અનેક સુવિધા ઊભી કરવામાં આવી છે. હવે ફરી એકવાર શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે અમદાવાદથી કોઈપણ યાત્રાધામ જવા માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી રહી છે. અમદાવાદ બેઝ્ડ એરોટ્રાન્સ પરથી આ સેવા શરૂ કરવામાં આવશે. બુધવારે ઈખ ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદથી પવિત્ર યાત્રાધામો માટે હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ થશે. રાજ્ય સરકાર દ્વારા પ્રવાસનને વેગ આપવા માટે અનેક સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. પ્રસિદ્ધ પર્યટન સ્થળો અને ધાર્મિક સ્થળોમાં અનેક નવા વિકાસલક્ષી કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આ સુવિધામાં એક નવી સેવાનો વધારો થવા જઈ રહ્યો છે. 27 ડિસેમ્બરથી અમદાવાદ બેઝ્ડ એરોટ્રાન્સ પરથી ગુજરાતના પવિત્ર યાત્રાધામ ફરવા માટે હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે. એટલે હવે અમદાવાદથી જ પવિત્ર યાત્રાધામોની હેલિકોપ્ટર યાત્રા કરી શકાશે. અમદાવાદથી શરૂ થવા જઈ રહેલી આ હેલિકોપ્ટર સેવાથી ગુજરાતના અનેક યાત્રાધામોને જોડવામાં આવશે. આ હેલિકોપ્ટરમાં બેસીને રણોત્સવનો આકાશી નજારો પણ માણી શકશે. આ માટે બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદથી 27 ડિસેમ્બરના રોજ જોય રાઈડ શરૂ કરવામાં આવશે. જે બાદ અમદાવાદથી અનેક પ્રવાસ, પર્યટન અને ધાર્મિક સ્થળોએ હેલિકોપ્ટર દ્વારા મુલાકાત લઈ શકાશે. ખૂબ જ ઓછા સમયમાં આ યાત્રા પૂર્ણ થઈ શકશે. આ સેવા અંતર્ગત અમદાવાદથી ધોરડો, અંબાજી, શ્રીનાથજી, પાલિતાણા, તલગાજરડા, સાળંગપુર, સોમનાથ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડનગર અને નડાબેટની રાઈડ શરૂ કરવામાં આવશે.
નોંધનીય છે કે, હેલિકોપ્ટ સેવાનો આનંદ માણવા માટે તેની ટિકિટ ઓનલાઈન બુક કરાવવી પડશે. જો કોઈ શ્રદ્ધાળુઓ હેલિકોપ્ટર સેવાનો લાભ લેવા માંગતા હોય તો ૂૂૂ.ફયજ્ઞિિફિંક્ષત.શક્ષ વેબસાઈટ પરથી ટિકિટ બુક કરાવી શકે છે. આ હેલિકોપ્ટર અમદાવાદના રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલા એરોટ્રાન્સ પરથી મળી શકશે.
ક્યા યાત્રાધામ પર પહોંચવા કેટલો સમય લાગશે?
અમદાવાદથી અંબાજી : માત્ર 40 મિનિટમાં પહોંચી જવાશે.
અમદાવાદથી ધોરડો : માત્ર 8 મિનિટમાં પહોંચી જવાશે.
અમદાવાદથી શ્રીનાથજી : દોઢ કલાકમાં પહોંચી જવાશે.
અમદાવાદથી તલગાજરડા : દોઢ કલાકમાં પહોંચી જવાશે.
અમદાવાદથી પાલિતાણા : સવા કલાકમાં પહોંચી જવાશે.
અમદાવાદથી સાળંગપુર : 50 મિનિટમાં પહોંચી જવાશે.
અમદાવાદથી સોમનાથ : દોઢ કલાકમાં પહોંચી જવાશે.
અમદાવાદથી જઘઞ : એક કલાક પહોંચી જવાશે.
અમદાવાદથી વડનગર : અડધો કલાકમાં પહોંચી જવાશે.
અમદાવાદથી નડાબેટ : 55 મિનિટમાં પહોંચી જવાશે.