ખાસ-ખબર સંવાદદાતા
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમિયાન ડ્રોન નિદર્શન અંતર્ગત ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે વિસ્તરણ અધિકારી કિર્તિભાઈ રાઠોડ દ્વારા ખેડૂતોને ડ્રોન અંગે સમજ આપવામાં આવી હતી. ડ્રોન નિદર્શન અંતર્ગત ખેડૂતોને પાક જ્યારે વધી જાય ત્યારે અંદર દવા છાંટવા ન જઈ શકાતું હોય તેમાં ડ્રોન દ્વારા કઈ રીતે દવાનો છંટકાવ કરી શકાય છે? ઉપરાંત માઈક્રો સ્પ્રેની મદદથી દવા છાંટવામાં ઓછા સમયમાં વધુ જમીન કઈ રીતે આવરી લે છે? ઉપરાંત સરકાર દ્વારા અપાતી સબસીડી અને અરજી કઈ રીતે કરી શકાય છે? જેવી મહત્વની બાબતો આવરી લેવામાં આવી હતી.
ઊના તાલુકાના સૈયદ રાજપરા ગામે ખેડૂતોએ ડ્રોન નિદર્શન નિહાળ્યું
