તમિલનાડુના દક્ષિણ જિલ્લાના આ દિવસોમાં લોકો પુરથી મુશઅકેલીમાં મુકાયા છએ. જો કે આ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેથી કેટલાય વિસ્તારો જળમગ્ન થયા છે. મીડિય રિપોર્ટસ અનુસાર, તમિલનાડુમાં વરસાદ અને પુરના કારણે થયેલી ખરાબ હાલતમાં ત્રણ લોકોની મૃત્યુ થઇ ગઇ છે. તમિલનાડુના થુટુકુડી જિલ્લાના કેટલાય વિસ્તારો પર રવિવારના 525 મિમી વરસાદ થયો હતો. જેના કારણે થુટુકુડીમાં પુરના કારણે સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પુરથી લોકો વધુ મુશ્કેલીમાં મુકાયા છે. પુર પ્રભાવિત વિસ્તારમાં વાયુસેનાના હોલી કોપ્ટર્સથી ફૂડ પેકેટ અને બીજી જીવન જરૂરી વસ્તુઓ આપવામાં આવી રહી છે.
Tamil Nadu State administration sought assistance from the Indian Coast Guard for the rescue of stranded citizens and supply of relief materials such as food and medicine to the local population in the flood-affected areas. pic.twitter.com/H9jVwTnlFC
- Advertisement -
— ANI (@ANI) December 19, 2023
આજે પણ મુશળધાર વરસાદ વરસશે
જો કે હવામાન વિભાગે કહ્યું કે, આજ રોજ તમિલનાડુના કેટલાય જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ચેન્નઇના હવામાન વિભાગે જણાવ્યું કે, હવેના ત્રણ કલાકમાં તમિલનાડુના કરાઇકલ અને કેટલાય જિલ્લામાં વિજળી પડવાની સાથે ભારે વરસાદ વરસી શકે છે. જે જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે, તેમાં પુડુકોટ્ટઇ, તંજાવુર, થિરૂવર, નાગાપત્તિનમ, રામાનાથપુરમ અને શિવગંગાઇ સામેલ છે. જયારે થેની, તેનકાસી, કન્યાકુમારી, થિરૂનેલવેલી, થુટુકુડી, વિરૂદ્ધનગર જિલ્લામાં મધ્યમ વરસાદ વરસી શકે છે.
- Advertisement -
ટ્રેનમાં ફંસાયેલા યાત્રીઓને સુરક્ષિત બહાર નિકળવાના પ્રયાસ ચાલુ
ભારે વરસાદથી તમિલનાડુના દક્ષિણી જિલ્લામાં ટ્રેન પરિવહન ખરાબ રીતે પ્રભાવિત થયો છે. તિરૂનેલવેલી અને તૂતીકોરિન જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં લગભગ 670 મિમી અને 932 મિમી વરસાદના પગલે ત્યાં ટ્રેન સેવાઓ પ્રભાવિત થઇ છે. જ્યારે સ્ટેશનો પર પાણી ભરાઇ ગયા છે. જયારે ટ્રેન સેવાઓ પ્રભાવિત થતાં અને ભારે વરસાદના કારણે થિરૂચેંદુર અને તિરૂનેલવેલી સ્ટેશનની વચ્ચે ચાલનારી ટ્રેનમાં 800 મુસાફરો ફસાઇ ગાય છે,જેને સ્થાનિક જિલ્લા પ્રશાસન અને એનડીઆએફની મદદથી સુરક્ષિત સ્થળો પર લઇ જવામાં આવી રહ્યા છે.
#WATCH | Indian Air Force helicopters are deployed for HADR (Humanitarian Assistance and Disaster Relief) missions in Tamil Nadu due to unprecedented rains in the last 24 hours. Four passengers including a pregnant woman & baby aged 1.5 yrs were winched up and taken safely to… pic.twitter.com/zSXB1kF8Ue
— ANI (@ANI) December 19, 2023
એનડીઆરએફના જણાવ્યા અનુસાર, તેમની બે ટીમો ફસાઇ ગયેલા મુસાફરો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે. વાયુસેનાએ પુરના પ્રભાવિત વિસ્તારોથી લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. એક ગર્ભવતી મહિલા અને દોઢ વર્ષના બાળકી સહિતા 4 મુસાફરોને વાયુસેનાએ એરલિફ્ટ કરીને સુરક્ષિત બહાર કાઢયા છે.
મુખ્યમંત્રી સ્ટાલિન વડાપ્રધાન સાથે મુલાકાત કરશે
તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને કહ્યું કે, ચેન્નઇ હવામાન વિભાગના 17 અને 18 ડિસેમ્બરના ભારે વરસાદની આગાહી આપી હતી. પરંતુ વરસાદ પહેલા જ ચાલુ થઇ ગયો. ઐતિહાસિક વરસાદ વરસ્યો અને આગાહી પણ મોડી પડી. આમ છતાં પણ તમિલનાડુ સરકારે રાહત અને બચાવ કાર્ય માટે પર્યાપ્ત વ્યવસ્થા કરી હતી. મુખ્યમંત્રી સ્ટાલિન આજે સાંજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે અને પુરગ્રસ્ત વિસ્તારો વિશે જણકારી આપશ.
ઉલ્લેખનીય છે કે, તમિલનાડુના તટના વિસ્તારો કેપ કોમરિનમાં ચક્રવાતી સર્કુલેશન બનવાથી રાજ્યના દક્ષિણ જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ જિલ્લામાં કેટલાય નદી-નાળાં ઓવરફ્લો થઇ રહ્યા છે. પુરની પરિસ્થિતિને જોતાં એનડીઆરએફ, એસડીઆરએફના સૈનિકો કન્યાકુમારી, તિરૂનેલવેલી, તૂતીકોરિન અને તેમકાસીમાં હાજર રહ્યા છે.