રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય મેળવવાનું લક્ષ્યાંક
ખાસ-ખબર સંવાદદાતા
આગામી તા. 22-12ના રોજ યોજાનારી રાજકોટ બાર એસોસિએશનની 2023-24ના વર્ષની વાર્ષિક ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ‘સમરસ પેનલ’ના પ્રમુખપદના ઉમેદવાર અને સિનિયર ધારાશાસ્ત્રી કમલેશભાઈ શાહના નેતૃત્વ હેઠળની સમરસ પેનલના ઉમેદવારોએ સર્વે સુરેશભાઈ ફળદુ, સેક્રેટરી પી. સી. વ્યાસ, જ્યેન્દ્ર ગોંડલિયા, આર. ડી. ઝાલા, મેહુલ મહેતા, રેખાબેન પટેલ અને કારોબારી સમિતિની નવ બેઠક ઉપરના ઉમેદવાર સર્વ કૌશલ વ્યાસ, ભાવેશભાઈ રંગાણી, અમિતભાઈ વેકરીયા, પ્રવિણભાઇ સોલંકી, સાગરભાઈ હપાણી, અજયસિંહ ચૌહાણ, યશભાઈ ચોલેરા, વિશાલભાઈ કોટેચા અને રણજીતભાઈ મકવાણા અને સમરસ પેનલના સમર્થકોએ રાજકોટ સ્થિત કાલાવડ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી પૂ. અપૂર્વમુનિ સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને તેઓએ સમગ્ર પેનલને જંગી બહુમતીથી વિજયી નિવડે તેવી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા.
રાજકોટ શહેરના આસ્થાના કેન્દ્રસમા પેડક રોડ ઉપર આવેલા બાલાજી હનુમાનજી ખાતે તેમજ રાજકોટના પ્રવેશદ્વાર સમા કુવાડવા રોડ ઉપર સ્થિત પૂ. રણછોડદાસજી મહારાજના આશ્રમ ખાતે દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરી ‘સમરસ પેનલ’ના સૌ ઉમેદવારોએ ધન્યતા અનુભવેલ હતી.
રાજકોટ બાર એસોસિએશનની વાર્ષિક ચૂંટણીના બારામાં ગઈકાલે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ‘સમરસ પેનલ’ના પ્રમુખપદના ઉમેદવાર કમલેશભાઈ શાહ અને તેમની પેનલના અન્ય ઉમેદવારોએ ફોજદારી કોર્ટ લોબી, સિવિલ કોર્ટ બિલ્ડિંગ અને બાર એસોસિએશન ખાતે વકીલોનો વ્યકિતગત સંપર્ક સાધી સમરસ પેનલના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરેલી હતી અને વકીલોએ પણ ઉમંગ અને ઉત્સાહપૂર્વક ઉમળકાભેર આવકાર
આપ્યો હતો.