ખેડૂતોએ યાર્ડના દરવાજા પણ બંધ કરી દીધાં
ખાસ-ખબર સંવાદદાતા
ખેડૂતોએ ગોંડલમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. ખેડૂતોએ નેશનલ હાઇવે બંધ કરીને ચક્કાજામ કરી પ્રદર્શન કર્યું છે. લાલ ડુંગળીએ ખેડૂતોને રાતા પાણીએ રડાવવાનું શરૂ રાખ્યું છે. એક બાજુ સરકારે ડુંગળીની નિકાસ બંધ કરતા એક જ દિવસમાં ભાવમાં કડાકો થયો છે. ડુંગળીની નિકાસ બંધ થતા અનેક દિવસ બજારમાં હરાજી બંધ રહી હતી. આજે ડુંગળીની હરાજી ફરી થતી શરૂ થતા ભાવ ગગડી ગયા છે. ડુંગળીના ભાવ રાતોરાત ગગડી જતા ખેડૂતોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. સરકારે નિકાસ પ્રતિબંધ મૂકતાં ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક વધી જતા રાજી બંધ કરવામાં આવી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગત 10 તારીખે ડુંગળીની આવક બંધ કરી હતી. 13 તારીખે રાત્રીના ડુંગળીની આવક શરૂ કરી હતી. 14 તારીખે સવારના ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગત રાત્રીના 80 હજાર ક્ટાની આવક થવા પામી હતી. હરાજીમાં ડુંગળીના ભાવ ખેડૂતોનેના મળતા ખેડૂતો એ પોતાની ડુંગળી નેસનલ હાઇવે પર નાખી દીધી હતી. ડુંગળી લઈ ને આવતા તમામ ખેડૂતો હાઇવે પર ઉતર્યા હતા. ત્યાર બાદ હાઇવે પર વાહનો રોકી ને ચકાજામ કર્યો હતો.
- Advertisement -
ડુંગળીના ભાવમાં કડાકો તથા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો
ડુંગળીના ભાવમાં ગાબડું પડતા ખેડૂતોમાં રોષ ભભૂકી રહ્યો છે. યાર્ડમાં આવેલા ખેડૂતોને ડુંગળીના ભાવમાં ગાબડું પડતા ભારોભાર નારાજ થયા છે. ખેડૂતોએ હાઇવે પર સરકાર વિરુદ્ધ નારાબાજી કરી હતી. એક ખેડૂત તે આંકડો વ્યક્ત કરતા જણાવ્યું કે શહેરોમાં બજારમાં ડુંગળી પ્રતિ કિલો રૂપિયા 50 થી 60 માં વેચાઈ રહી છે જ્યારે ખેડૂતોને માત્ર પાંચથી દસ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. સરકારની ખોટી નીતિને કારણે દલાલો અને કમિશન એજન્ટો કમાઈ રહ્યા છે.