ઝાફરની ચાવાળા આરાધના ગ્રુપના વધુ એક નવા સોપાનનો શુભારંભ
ઝાફર’સ ટીનાં ઉદ્દઘાટનમાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો સહિત ચા પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના ડી એચ કોલેજ પાસે મળતી ઝાફર ચા એટલે કે ઝાફર ચાવાળાના આરાધના ગ્રુપના વધુ એક નવા સોપાનનો શુભારંભ થવા જઈ રહ્યો છે. આરાધના ગ્રુપના નવા સાહસ ઝાફર’સ ટીનો આજે સાંજે આર.એચ. એન્ટરપ્રાઈઝ, વન વર્લ્ડ-બી, દુકાન નં. 6, અયોધ્યા ચોક, 150 ફુટ રિંગરોડ ખાતે શુભારંભ થશે. આ પ્રસંગે ભાજપ અગ્રણી રમેશભાઈ રૂપાપરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, ‘ખાસ-ખબર’ના મેનેજીંગ ડિરેક્ટર પરેશભાઈ ડોડિયા, એસપી ગૌરવ જસાણી સહિતના મહાનુભાવો ઉપરાંત મોટી સંખ્યામાં ચા પ્રેમીઓ ઉપસ્થિત રહેશે.
આરાધના ગ્રુપના અયોધ્યા ચોકમાં શરૂ થઈ રહેલા ઝાફર’સ ટીમાં ચા ઉપરાંત વિવિધ પીણા અને નાસ્તા મળશે. એટલું જ નહીં, અહીં સિટિંગ કરીને ચાની ચૂસ્કી લેતા લેતા મિટીંગ કરવા માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત ઝાફર’સ ટીનું ઈન્ટીયર પણ નાની-મોટી બાબતને ધ્યાનમાં રાખી ચા લવર્સ માટે સ્પેશિયલ ડિઝાઈન કરી બનાવવામાં આવ્યું છે. ટૂંક સમયમાં આરાધના ગ્રુપની રાજકોટ સિવાય અન્ય ગુજરાતના અન્ય શહેરોમાં પણ ઝાફર’સ ટી શોપ જોવા મળશે.