આપના ધારાસભ્ય ભાયાણીએ રાજીનામુ આપતા રાજકારણ ગરમાયુ
ભાયાણી, કિરીટ પટેલ, હર્ષદ રિબડીયા કે કનુભાઈ ભાલાળામાંથી કોણ!: કોંગ્રેસ અને આપ પણ નવા મૂરતિયા શોધશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકના ધારાસભ્ય ભુપત ભાયાણીએ રાજીનામુ આપતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે ત્યારે આગામી પેટા ચૂંટણી માટે ઉમેદવાર કોણ હશે ? તે મુદ્દે વિસાવદર સહીત જિલ્લામાં ચર્ચાનો દોર શરુ થયો છે ભુપત ભાયાણી 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માંથી જંપલાવી વિજેતા બનતા કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારને હરાવી ધારાસભ્ય બનેલ ત્યારે હવે ભુપત ભાયાણીએ રાજીનામુ ધરી દેતા વિસાવદર બેઠક પર આગામી પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવાર કોણ હશે તે વિષય ઉપર ચર્ચા દોર શરુ થયો છે.
વિસાવદર બેઠક લેવા પાટીદારનો ગઢ માનવામાં આવે છે. ત્યારે 2022 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ કરસનભાઈ વડોદરિયા અને ભાજપના હર્ષદ રીબડીયાને હરાવી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે જિલ્લામાં ખાતું ખોલાવ્યું હતું હજુ એક વર્ષ ધારાસભ્ય રહેલ ભુપત ભાયાણીએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ ધરી દેતા આપની મુશ્કેલી વધી છે એવા સમયે હવે વિસાવદર બેઠક પર આગામી પેટા ચૂંટણી લડવા અત્યારથી લોબિંગ શરુ થયું છે. વિસાવદર ધારાસભ્ય ભુપત ભાયાણીના રાજીનામાં બાદ તેને ભાજપ તરફથી ફરી રિપીટ કરવામાં આવશેકે પછી નવા ચહેરાને સ્થાન મળશે તેની અટકળો તેજ થઇ છે તેમાં કોંગ્રેસ છોડીને આવેલ હર્ષદ રીબડીયા ભાજપમાં જોડાયા બાદ તેને 2022માં ભાજપે ટિકિટ આપીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા અને ચૂંટણી હાર્યા હતા એજ રીતે ભાજપ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ પણ વિસાવદર બેઠક પર ચૂંટણી લડ્યા એ પણ હાર્યા હતા ત્યારે જુના પાયાના કાર્યક્રર કનુભાઈ ભાલાળા પણ વિસાવદર બેઠક પર ચૂંટણી જીતીને મંત્રી પણ બન્યા હતા ત્યારે હવે આ બેઠક માટે ભાજપ હાઇકમાન્ડ કોને પેટા ચૂંટણીના મેદાનમાં ઉતારે છે તેના પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે.
કોંગ્રેસ અને આપ પણ ઉમેદવારની શોધમાં
વિસાવદર વિધાનસભા સીટ હવે ખાલી થતા કોંગ્રેસના ઉમદેવાર ગત 2022ની ચૂંટણીમાં કરસનભાઈ વડોદરિયા હાર્યા હતા ત્યારે આપના ઉમદેવાર ભુપત ભાયાણીએ રાજીનામુ આપતા આમ આદમી પાર્ટીએ પણ નવા મુરતિયાની શોધ કરવી પડશે ત્યારે મુખ્ય ત્રણ હરીફ પક્ષો કોની પસંદગી કરે છે તે મુદ્દે રાજકારણ ગરમાયુ છે અને અત્યારથી ચૂંટણી લાડવા ઊંચ કક્ષાએ લોબિંગ શરુ થયું છે અને આગામી પેટા ચૂંટણીમાં ભાજપ – કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના ઉમેદવારમાંથી કોણ બાજી મારશે તે આવનાર સમય બતાવશે.