ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ 10 ડીસેમ્બરે સમગ્ર વિશ્વમાં “માનવ અધિકાર દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર દુનિયાએ બે વિશ્વ યુદ્ધ જોયા છે. જેમાં લાખો નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને છડે ચોક માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું હતું. આ બધી બાબતોને ધ્યાને લઇને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા માનવ અધિકારોનું આંતરરાષ્ટ્રીય ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું હતુ. જે વિશ્વના દેશોએ સ્વીકાર્યુ જેની યાદમાં દર વર્ષે 10મી ડિસેમ્બરનાં રોજ માનવ અધિકાર દિવસ તરીકે ઉજવાય છે. જેનાં ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નયી ચેતના 2.0 અંતર્ગત “મહિલાઓ અને માનવ અધિકાર” વિષય પર એક જાગૃતિ શિબિરનું આયોજન લો-કોલેજ જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓને જાતિગત સમાનતા, સાયબર ક્રાઇમ, મહિલાઓ સબંધી કાયદાઓ અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
જૂનાગઢમાં માનવ અધિકાર દિવસની ઉજવણી અન્વયે શિબિર યોજાઇ



