મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ ‘નેવર સેટલ’નો અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ઓલ ઈન્ડિયા કાઉન્સીલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (અઈંઈઝઊ) દ્વારા સંચાલિત ઈન્સ્ટીટયૂશન્સ ઈનોવેશન કાઉન્સીલ (ઈંઈંઈ)ની રીજીયોનલ મીટનું વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ ખાતે ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટના મ્યુનિસિપલ કમિશ્નર તુષારભાઈ સુમેરા, બાલાજી વેફર્સના ડાયરેકટર ચંદુભાઈ વિરાણી, આસિસ્ટન્ટ ઈનોવેશન ડાયરેકટર દીપનભાઈ સાહૂ સહિત વિવિધ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર્સ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.અઈંઈઝઊના ચેરમેન ડો. ટી. જી. સીથારામે વિડીયો વ્યાખ્યાનમાં જણાવ્યું કે, ભારતભરમાં હાલ 16,400 ઈંઈંઈ સેન્ટર કાર્યરત છે અને છેલ્લા એક વર્ષમાં 1.50 લાખથી વધુ ઈનોવેશન પ્રવૃતિઓ થઈ છે. રાષ્ટ્રનો લક્ષ્યાંક છે કે, આવનારા પાંચ વર્ષમાં ભારતને ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્ષમાં ટોપ ટ્વેન્ટીમાં પહોંચાડવામાં આવે. મ્યુનિસિપલ કમિશ્નર તુષારભાઈ સુમેરાએ યુવાનોને “નેવર સેટલ” નો અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, જ્યારે તમે જીવનમાં સેટલ થઈ જાઓ છો, ત્યારે ઈનોવેશન મૃત:પાય બને છે, તેથી દરરોજ અપગ્રેડ થાઓ. આસિસ્ટન્ટ ઈનોવેશન ડાયરેકટર દીપન સાહૂએ જણાવ્યું કે, ઈનોવેટર બનવા માટે દરરોજ 30 મિનિટ ફાળવવી જોઈએ, જેથી મગજ કસરત કરી શકે. વી.વી.પી.ના ટ્રસ્ટી ડો. નવીનભાઈ શેઠે અઈંઈઝઊના પ્રયાસોને અભિનંદનીય ગણાવ્યા હતા. પ્રિન્સીપાલ ડો. પિયુષભાઈ વણઝારાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સફળ થયો હતો.



