વડોદરા શહેરના જામ્બુવા વિસ્તારના ખેતર પાસે કાચા રસ્તા પર મંગળવારે રાતે એક તરફી પ્રેમમાં પાગલ યુવક કલ્પેશ ઠાકોરે 19 વર્ષની તૃષા સોલંકી પર પાળિયાના 10 જેટલા ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી.
આ કમકમાટીભરી હત્યામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકમાં જ હત્યારાને દબોચી લીધો હતો અને 16 કલાકમાં આખો ભેદ ઉકેલ્યો હતો. મંગળવારે રાત્રે તૃષાની હત્યા કરવા માટે તેના મિત્ર દક્ષેશ સાથે બાઇક પર ગયો હતો. તેણે તૃષાને પણ તરસાલી પાસેની અવાવરું જગ્યાએ બોલાવી હતી.
તૃષા કોચિંગ ક્લાસમાંથી નીકળતી હતી તેની તસવીર
- Advertisement -
જ્યારે હત્યામાં વપરાયેલું દોઢ કિલો વજન ધરાવતું પાળિયું પણ આરોપીએ તેના ઘરની પાસે આવેલી તેની ઈલેક્ટ્રોનિક્સની દુકાનમાં એક ખૂણામાં સંતાડી દીધું હતું. ત્યાંથી કબજે લેવાયું હતું. જ્યારે પોલીસે મોડી રાત્રે તૃષાના 12 મિત્રોને ઉઠાડ્યા હતા અને તમામની પૂછપરછ કરતાં પોલીસને કલ્પેશ ઠાકોરનું પગેરું મળ્યું હતું, જેને આધારે પોલીસ મધરાત્રે માણેજા વિસ્તાર સ્થિત તેના ઘરે પહોંચી હતી અને કલ્પેશ ઠાકોરને ઘરેથી ઝડપી લીધો હતો, સાથે તેના ઘરેથી લોહીવાળાં કપડાં પણ કબજે કર્યાં હતાં.
કલ્પેશ તેના મિત્ર સાથે દક્ષેશ સાથે બાઇક પર
આવા આરોપીને છડેચોક ફાંસીની સજા આપવી જોઈએ: આ ગુનો ગંભીર નહી પણ ચિંતાજનક પણ છે. લોકોમાંથી ધીરે-ધીરે પોલીસનો ખોફ ઓછો થઈ રહ્યો છે. આજ કાલ યુવાનો વેબ સિરીઝ જોઈને આ બધુ શીખી રહ્યા છે. આવા ગુનેગારોને પિડીત પરિવારને સોંપવા જોઈએ અથવા તો છડેચોક તેમને ફાંસી આપવી જોઈએ. – શોભના રાવલ, ચેરમેન, રાજ્ય મહિલા સુરક્ષા સમિતિ
- Advertisement -
દીકરીઓની હત્યા કરનારનું એન્કાઉન્ટર જ કરવું જોઈએ
આવી રીતે આપણી કેટલી દિકરીઓની હત્યા થશે? આરોપીએ ઠંડે કેલેજે દીકરીની હત્યા કરી છે. આ પ્રકારના જઘન્ય અપરાધ કરનાર ગુનેગારોનું એન્કાઉન્ટર કરવું જોઈએ જેથી વ્યક્તિ આવા ગુના કરતા વિચારે. – મહેન્દ્રસિંહ રાઠોડ, પ્રમુખ, કરણી સેના
નશાનું ચલણ વધતાં યુવાનો અવળે રસ્તે જઇ રહ્યા છે
જે રીતે હત્યા થઇ તે જોતાં લાગે છે કે, નશામાં આયોજનથી થઇ છે. જે રીતે નશાનું ચલણ વધે છે તેથી યુવાનો ખોટા રસ્તે જઈ રહ્યા છે. ગુનેગારોને તાત્કાલિક સજા આપવી જોઈએ. નાગરિકો પોલીસને સહકાર આપે. – પ્રશાંત પટેલ, પ્રમુખ, શહેર કોંગ્રેસ
- મારે મળવું છે તેમ કહીને બોલાવ્યા બાદ તૃષાના ગાલ, કાન, ગરદન, હાથ પર ઘા ઝીંકી ફરાર થયેલો માણેજાનો કલ્પેશ પકડાયો
તૃષાની માતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી મને કલાકેકલાકની માહિતી આપતી હતી. મારી સાથે મિત્રની જેમ રહેતી હતી. કોઈ સાથે માથાકૂટ કરતી નહોતી છતાં તેની સાથે આવું કેમ થયું? દીકરીના હત્યારાઓને મને સોંપી દો, હું તેના હાથ-પગ કાપીને સજા આપીશ. જ્યારે સુરતમાં ગ્રીષ્માની હત્યા કરવામાં આવી હતી ત્યારે મેં તેને સાવચેત રહેવા સલાહ આપી હતી. ત્યારે તેણે મને કહ્યું પણ હતું કે મમ્મી, મારી ચિંતા ન કર. મારી સોનું પોલીસમાં જોડાઈને ઉચ્ચ અધિકારી બની સમાજની રક્ષા કરવા માગતી હતી. તૃષાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઈ રહ્યું હતું ત્યારે તેની માતા પોસ્ટમોર્ટમ રૂમની બહાર દીકરીની બાંધણી લઈ આંસુ સારી રહી હતી.

પોલીસ ભરતીની તૈયારી કરતી 19 વર્ષીય તૃષા સોલંકીની હત્યા કરનારા માણેજાના કલ્પેશ ઠાકોરની પોલીસે મંગળવારે મોડી રાત્રે ધરપકડ કરી લીધી છે. છેલ્લા 3 વર્ષથી તૃષા સાથે એક તરફી પ્રેમસંબંધ રાખનારા કલ્પેશને ગોધરાના સાગર નામના યુવક સાથે તૃષાને પ્રેમ હોવાની જાણ થતા કલ્પેશે દોઢ કિલોના પાળિયાથી ગળે અને શરીર પર 10 ઘા મારી હત્યા કરી દિધી હતી. હત્યા પહેલાં આરોપીએ ‘તુ સાગરને પ્રેમ કરે છે, મને કેમ નથી કરતી? તું મારી નહી તો કોઈની નહી થાય’ તેવું કહી પાળિયાથી ક્રુરતા પૂર્વક ઘા માર્યા હતાં.
પ્રતિઘાતમાં તૃષાનો જમણો હાથ પણ કોણીએથી કપાઈ ગયો હતો અને તેનું મોત નિપજ્યું હતું. મુજાર ગામડી ગામની સીમમાં આવેલા સોમાભાઈ મહીજીભાઈ પાટણવાડીયાના ખેતરમાં મંગળવારે સાંજે 7 વાગે 19 વર્ષિય તૃષા રાજેન્દ્રભાઈ સોલંકીની હાથ કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. કંટ્રોલ મેસેજના આધારે મકરપુરા પોલીસ, પીસીબી અને ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોચીને તપાસ કરતા યુવતીનું આધારકાર્ડ તેમજ લાશથી થોડે દુર પડેલા ટુ-વ્હિલરના આધારે યુવતીની ઓળખ થઈ હતી. મૃતક યુવતીનો જમણો હાથ કોણીથી કપાયેલો હતો.
ઘટના અંગે મકરપુરા પોલીસ મથકમાં મૃતકના મામા વિરેન્દ્રસિંહ જયદીપસિંહ વિરપુરા (રહે-આર્યન રેસીડેન્સી, જામ્બુવા બ્રીજ) એ ફરીયાદ દાખલ કરાવી હતી. હત્યાની તપાસ માટે પીસીબી, ક્રાઈમ બ્રાંચ, મકરપુરા પોલીસ, એસઓજી જેવી 8 ટીમ કામે લાગી હતી. યુવતીના સગાવહાલા અને મિત્રવર્તુળમાંથી માહિતી મેળવી માણેજાના પંચશીલ નગરમાં રહી ઘર પાસે ઈલેક્ટ્રોનીકની દુકાન ચલાવતા કલ્પેશ જયંતીભાઈ ઠાકોર (23)ને યુવતી સાથે એકતરફી પ્રેમ સંબંધ હોવાનું જણાયું હતું.

કલ્પેશને એક ભૂલ ભારે પડી
કલ્પેશે પોતાનો મોબાઇલ ફોન ચાલુ રાખ્યો હતો. જેથી પોલીસને તેનું લોકેશન ટ્રેસ કરવામાં સરળતા પડી હતી. કલ્પેશે હત્યા કર્યા બાદ ઘેર આવી લોહીવાળા કપડાં ધોયા હતા અને પાળિયું દુકાનમાં છુપાવી દીધું હતું. આ સાથે પોલીસે પૂછપરછ કરવા માટે મોડી રાત્રે તૃષાના 12 મિત્રોને પણ ઉઠાડ્યા હતાં. જેની પુછપરછ કરતાં પોલીસને કલ્પેશ ઠાકોર અંગેની માહિતી મળી હતી. જેને આધારે પોલીસ મધરાત્રે માણેજા વિસ્તાર સ્થિત તેના ઘરે પહોંચી હતી. કલ્પેશ ઠાકોરને ઘરે જ ઝડપી લીધો હતો. સાથે તેના ઘરેથી લોહીવાળા કપડાં પણ કબજે કર્યા હતાં. તૃષાની હત્યા કર્યા બાદ હત્યારા કલ્પેશે લોહીવાળું પાળિયું તેની ઓઢણીથી સાફ કર્યું હતું.
આ બાબતે યુવતીઓના સગાઓએ કલ્પેશ ઠાકોરને ઠપકો પણ આપ્યો હતો. પોલીસે મોડી રાતે કલ્પેશ ઠાકોરને માણેજાથી પકડી લીધો હતો. કલ્પેશે પોલીસને જણાવ્યુ હતું કે, ખુબ દબાણ કરીને તૃષાને મંગળવારે સાંજે 7:30 વાગે મળવા બોલાવી હતી. કોમન મિત્ર દક્ષેશને એક કામ પતાવીને આવીએ કહી સાથે લીધો હતો. સાંજે 7:19 વાગ્યે તૃષા વ્હિકલ લઈને પહોચતાં કલ્પેશે દક્ષેશને હોટલ પાસે બેસાડી મુજાર ગામડી પાસે ખેતરમાં લઇ ગયો હતો. યુવતીએ પ્રેમ બાબતે વાત કરવાની ના પાડતાં કલ્પેશે બોચીના ભાગે પાળીયું મારી દિધું હતું.
જ્યારે તેની માતાએ કહ્યું હતું કે, આ મારી દીકરી નહીં પણ દીકરો હતી. પીએસઆઇ બનીને સમાજ સેવા કરવાની અને ક્ષત્રિય સમાજ માટે ગૌરવ વધારવાની તેની ઇચ્છા હતી. આરોપીને ફાંસી થવી જોઇએ નહીં તો તેનું એનકાઉન્ટર કરી દો.
આ પણ વાંચો :
https://khaskhabarrajkot.com/2022/03/23/19-year-old-girls-body-found-on-vadodara-national-highway-killers-brutally-cut-off-her-right-hand/


