પહેલો 41%ને અને 11% લોકોને બંને ડોઝ અપાયા
રસી લેનારા 2.56 કરોડ લોકોમાંથી 1.17 કરોડ મહિલા
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં કુલ રસીકરણ 2.56 કરોડ થયું છે. 2 કરોડ લોકોએ પહેલો ડોઝ લીધો છે, જ્યારે 56 લાખ લોકોને બીજો ડોઝ અપાઈ ગયો છે. રાજ્યમાં રસીકરણ 18 વર્ષ ઉપરની વયજૂથમાં 52 ટકા પાર થઈ ગયું છે. 18 વર્ષથી ઉપર વયજૂથમાં અંદાજે 41%ને પહેલો ડોઝ અને 11%ને બન્ને ડોઝ અપાયા છે. રાજ્યની અંદાજિત કુલ વસતિ 6.79 કરોડ અનુસાર, 29%ને પહેલો ડોઝ, જ્યારે 8.20%ને બન્ને ડોઝ અપાયા છે.
18થી 44 વયજૂથમાં કુલ રસીકરણ 99.52 લાખ, 45થી 60માં 86.26 લાખ, જ્યારે 60 વર્ષની ઉપરમાં 70.61 લાખનું રસીકરણ થયું છે. 2.56 કરોડ રસીકરણમાંથી 1.39 કરોડ પુરુષો, જ્યારે 1.16 કરોડ મહિલાઓનું રસીકરણ થયું છે. પુરુષો કરતાં રસી લેનારી મહિલાઓની સંખ્યા 23 લાખ ઓછી છે. પ્રોજેક્શન રિપોર્ટ મુજબ, રાજ્યમાં 18થી 45 વર્ષની વયના અંદાજે 3.09 કરોડ લોકો, જ્યારે 45 વર્ષની ઉપરના અંદાજે 1.83 કરોડ લોકો છે.