યુરોપને રોટલીની ટોકરી કહેનાર દેશ યુક્રેન પર રશિયાના હુમલાથી ખાદ્યની આપૂર્તિની સ્થિતિ ગંભીર બની રહી છે. યુક્રેનના બંદરગાહો પર અનાજ રહેલું છએ, પરંતુ યુદ્ધુના કારણે ત્યાંથી કાઢી શકાય તેમ નથી. આ અન્નના સંકટને જોતા સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી કે દુનિયાની પાસે ફક્ત 10 અઠવાડિયાનું જ એટલે કે 70 દિવસના જ ઘઉં બચ્યા છે.
- Advertisement -
આંતરરાષ્ટ્રીય એજન્સીના અનુસાર, ઘઉંનો ભંડાર વર્ષ 2008 પછી સૌથી નીચેના સ્તરે છે. મળેલા રિપોર્ટ અનુસાર, દુનિયામાં ખાદ્યનું સંકટ એક પેઢીમાં એક વખત આવે છે. યુક્રેન સંકટ અને ભારતના ઘઉંના નિકાસ પરના પ્રતિબંધો પછી યુરોપના દેશોમાં ઘઉંની અછત વર્તાય છે. પરિસ્થિતિ એવી છે કે યૂરોપીય દેશ ખોરાક માટે વલખા મારી રહ્યા છે. ગો ઇન્ટેલિજેન્સની રિપોર્ટ અનુસાર, રશિયા અને યુક્રેનના રિપોર્ટ અનુસાર, રશિયા અને યુક્રેન દુનિયાના ચોથા ભાગના ઘઉંની પૂર્તિ કરે છે.
રશિયામાં આ વર્ષ ઘઉંના ઉત્પાદનમાં વધારો
પશ્ચિમી દેશોનું માનવું છે કે, રશિયામાં આ વર્ષ સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન થયું છે, પરંતુ પુતિન તેને નિયંત્રિત કરી રહ્યા છે. જયારે યુક્રેનના ખાદ્ય પર કબજો જમાવ્યો છે. બીજી તરફ ખરાબ વાતાવરણના કારણે યુરોપ અને અમેરિકામાં ઘઉંના ઉત્પાદનમાં ભારે નુકશાન થયુ છે.
- Advertisement -
એક એજન્સીએ આપેલી ચેતવણી અનુસાર, દુનિયા ખાદ્યને લઇને અસાધારણ પડકારોથી હેરાન થઇ રહી છે. જેના માટે ફર્ટિલાઇઝરની અછત, જળવાયુ પરિવર્તન, અને ખાવાનું તેલ, તેમજ અનાજની અછત પણ મોટું કારણ છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ કહ્યું કે, વિશ્વના પ્રયાસો વગર આપણે માનવીય આફતોને રોકી શકિએ નહીં. એવા સંકટો જે ભૂ-રાજનૈતિક રૂપને નાટકિય રીતે બદલી નાખે છે.