પીએમ મોદીએ પુતિનને સલાહ આપતા કહ્યું હતું કે આ યુદ્ધનો જમાનો નથી, જેના પર જવાબ આપતા રશિયાએ કહ્યું કે આમાં કંઈ જ નવું નથી.
પીએમ મોદીએ પુતિનને કહ્યું હતું કે – આ યુદ્ધનો જમાનો નથી
- Advertisement -
પીએમ મોદીએ ઉઝ્બેકિસ્તાનનાં સમરકંદમાં શંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકથી અલગ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને એક બેઠકમાં કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી.
ભારતમાં રશિયાના રાજદૂત દેનિસ અલીપોવે શુક્રવારે પત્રકારો સાથે વાતચીત કરી અને તે દરમિયાન તેમણે કહ્યું કે પશ્ચિમી દેશોને જે પોતાના માટે સાચું લાગે છે, તેઓ તે જ કરે છે.
પીએમ મોદીએ રશિયા-યુક્રેનનાં સંદર્ભમાં રાષ્ટ્રપતિ પુતિનને સલાહ આપી હતી કે આ યુગ યુદ્ધનો યુગ નથી. આ નિવેદનને આધાર બનાવીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોએ પણ રશિયા પર નિશાનો સાધ્યો હતો. મેક્રોએ પોતાના અડધી કલાક કરતા પણ લાંબા ભાષણમાં પીએમ મોદીની પણ ચર્ચા કરતા કહ્યું કે તેમણે સાચું કહ્યું હતું કે આ યુદ્ધનો જમાનો નથી. તેમનું લગભગ આખું ભાષણ રશિયા-યુક્રેન યુદ્ધ પર જ આધારિત હતું.
- Advertisement -
We don't want to get involved in resolution of bilateral disputes b/w India & China. We only encourage the 2 to find a quick&peaceful resolution to border disputes, unlike some countries who only encourage suspicions of India towards China & vice versa: Russian Amb Denis Alipov pic.twitter.com/GpudxiNlJv
— ANI (@ANI) September 23, 2022
રશિયન રાજદૂતે શું કહ્યું?
ભારતમાં રશિયન રાજદૂત દેનિસ અલીપોવે કહ્યું કે આ નિવેદને ખૂબ જ ધ્યાન ખેંચ્યું પણ આ ‘દ્રષ્ટિકોણમાં નવું કંઈપણ નથી.’
તેમણે ધ્યાન દોરતા કહ્યું કે પીએમ મોદી સતત ઊંચા અને સાફ સ્વરમાં વાતો કરતા રહે છે કે ભારત રશિયા સાથે ઘનિષ્ઠ સંબંધ બનાવીને રાખશે.
અલીપોવે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ અમારા રાષ્ટ્રો વચ્ચે અતૂટ મિત્રતાનું વચન આપ્યું હતું. રશિયાના રાજદૂત આગળ જણાવે છે કે પશ્ચિમી નેતાઓએ પીએમ મોદીનાં એ નિવેદનને પકડી લીધું, જે ‘તેમને ઠીક લાગે છે અને એ નિવેદનોથી અંતર બનાવી લીધું, જે તેમને પસંદ નથી.’
On #RussiaUkraineConflict, Russian Amb Denis Alipov says, "We want to end the hostilities. But when this will end, I can't say. We don't have any plans to occupy any Ukrainian territory. We are ready for stopping hostilities at any moment provided any display of will by Ukraine." pic.twitter.com/OlIGIMVi3Q
— ANI (@ANI) September 23, 2022
પશ્ચિમી દેશોને જે પોતાના માટે સાચું લાગે છે, તેઓ તે જ કરે છે – રશિયા
તેમણે સાથે જ એમ પણ કહ્યું કે યુક્રેનને લઈને રશિયાનો દ્રષ્ટિકોણ ભારતથી બિલકુલ અલગ નથી કેમકે મોસ્કો ગત 15 વર્ષોથી ‘ધૈર્યપૂર્વક પોતાની લીગલ સુરક્ષા ચિંતાઓને ખતમ કરવાને લઈને’ તેની સાથે શાંતિપૂર્ણ સમજૂતી ઇચ્છતું હતું.
યુદ્ધને લઈને અલીપોવે કહ્યું કે આ નેટો અને અમેરિકાએ ઉભું કર્યું છે. તેમણે કહ્યું કે જ્યારે વોશિંગ્ટનના ઈરાક પર સામૂહિક વિનાશનાં હથીયારોનું ‘ખોટું બહાનું’ બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આ પ્રકારનો દેકારો શા માટે નહોતો કર્યો.