– દક્ષિણ પશ્ચિમ શહેર ચોંગકિંગમાં ટેકઓફ સમયે એક વિમાન રનવે પર લપસી ગયુ
ચીનમાં આજે સવારે એક મોટો વિમાન અકસ્માત થયો. દેશના દક્ષિણ પશ્ચિમ શહેર ચોંગકિંગમાં ટેકઓફ સમયે એક વિમાન રનવે પર લપસી ગયુ હતુ. આ વિમાન તિબ્બત એરલાઇનનું હતું. આ દુર્ઘટનો એક વિડિયો સામે આવ્યો છે. જેમાં રનવે પર વિમાનમાં આઘ લાગેલી જોવા મળી રહી છે. વિડિયોમાં યાત્રીઓ અને ક્રુ મેમ્બર દોડતા જોવા મળી રહ્યા છે.
- Advertisement -
મળેલી જાણકારી અનુસાર, આ દુર્ઘટનામાં 36 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. ચીનની એક સરકારી ન્યુઝપેપર અનુસાર તિબ્બત એરલાઇનનું આ TV9833/A319/B-6425 વિમાનમાં 113 મુસાફરો અને 9 ક્રુ મેમ્બર પ્રવાસ કરી રહ્યા હતા. દુર્ઘટના પછી રાહત બચાવ કર્મચારીઓએ બધા લોકોને સલામત રીતે ખસેડી લીધા છે. જેમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
25 injured after passenger plane catches fire on runway in China's Chongqing
Read @ANI Story | https://t.co/VFHldeQvkK#China #fire #planecrash #TibetAirlines pic.twitter.com/635WO7OFrO
- Advertisement -
— ANI Digital (@ani_digital) May 12, 2022
સોશ્યલ મીડિયા પર આ વિમાન દુર્ઘટનાનો એક વિડીયો વાઇરલ થયો છે, જેમાં વિમાનમાં આગમાં સપડાયેલું દેખાઇ રહ્યું છે. જોકે, ઘટનાના બીજા કેટલાક ફુટેજોમાં ફાયરકર્મીઓ આગ પર કાબુ મેળવવાની કોશીશ કરી રહ્યા છે. આ વિમાન ચોંગકિંગથી ન્યિંગચી જઇ રહ્યા હતા.
જાણકારી અનુસાર, હાલમાં જ ચીનવમાં એક મોટી વિમાન દુર્ઘટના થઇ હતી. ત્યારે ચીનએ ઇસ્ટર્ન એરલાઇનના વિમાન ગુઆંગ્શી ઝુઆંગમાં દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ દુર્ઘટનામાં 132 લોકોની મૃત્યુ થઇ ગઇ હતી.
Tibet Airlines TV9833/A319/B-6425 from Chongqing to Nyingchi was on fire during take-off this morning, details still not known. CKG/ZUCK closed for now. pic.twitter.com/CPL47fmfVk
— FATIII Aviation (@FATIIIAviation) May 12, 2022