• ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈક્રોએ તો સંયૂક્ત રાષ્ટ્ર મહાસભાના 77માં સત્રમાં કરી પ્રશંસા

હાલમાં જ યોજાયેલી શાંઘાઇ સહયોગ સંગઠનના શિખર સંમેલ્લનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની દ્વિપક્ષીય વાર્તા દરમ્યાન શાંતિના પાઠ ભણાવ્યા હતા. યુક્રેન અને રશિયાના યુદ્ધ દરમ્યાન વડાપ્રધાન મોદીએ કરેલા પ્રયાસથી દુનિયાભરમાં તેમની પ્રશંસા થઇ રહી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈક્રોએ તો સંયૂક્ત રાષ્ટ્ર મહાસભાના 77માં સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લેતા તેમના પ્રયાસની પ્રશંસા કરી હતી. મૈક્રોએ કહ્યું હતું કે, આજનો સમય યુદ્ધનો નથી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાના સમયમાં અમેરિકાએ પણ વડાપ્રધાન મોદીના આ નિવેદનનું સમર્થન કર્યુ હતું અને ત્યાંની મીડિયાએ તેમની ખૂબ પ્રશંસા કરી હતી. એક વાર ફરી વ્હાઇટ હાઉસએ ઓપચારિક નિવેદન જાહેર કરીને વડાપ્રધાન મોદીના નિવેદનની પ્રશંસા કરી છે.

પશ્ચિમી દેશો સામે બદલો લેવાનો સમય નથી
મેક્રોએ જણાવ્યું કે, ભારતની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાચું જ કહ્યું છે કે, આજે આ સમય યુદ્ધનો નથી. આ સમય પશ્ચિમી દેશોની સામે બદલે લેવા માટે કે ફરી પૂર્વની સામે પશ્ચિમનો વિરોધ કરવાનો નથી. આ સમય આપણી સામે આવનારા પડકારોનો સામનો કરવાનો છે. આ જ કારણ છે કે, આજે ઉત્તર અને દક્ષિણની વચ્ચે આ એક નવું અનુબંધ વિકાસ કરવાની તાત્કાલિક જરૂર છે, એક પ્રભાવી અનુબંધ જે ભોજન માટે, જૈવ વિવિધતા માટે, શિક્ષણ માટે સમ્માનજનક પહેલ કરે છે. અમારો સમય આજે ખેંચતાણના વિચારનો નથી, પરંતુ સાચા દાવા અને સામાન્ય હિતોને એકત્ર કરીને તેમને એક સામાન્ય મોર્ચામાં સંગઠિત કરવાનો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, શાંતિના રસ્તા પર ચાલવાની જરૂર છે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની વાતચીત દરમ્યાન વડાપ્રધાને કહ્યું કે, આજનો સમય યુદ્ધનો નથી. મે તમારી સાથે ફોન પર પણ આ વિષય પર વાત કરી છે. આજે આપણે આ વિશે વાત કરવી જોઇએ કે, આપણે શાંતિના રસ્તા પર ચાલીને કેવી રીતે વિકાસ કરી શકાય. ભારત અને રશિયા કેટલાય દશકાથી એક-બીજાની સાથે છે. અમે ખાદ્ય, ઇંધણ, સુરક્ષા અને ઉર્વરકની સમસ્યાઓ માટે સમાધાન શોધવા જોઇએ.

વડાપ્રધાન મોદીની આ વાતનો જવાબ આપતા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ કહ્યું કે, તેઓ યુક્રેન સંઘર્ષ પર ભારતની સ્થિતિ વિશે જણાવે છે, પરંતુ યુક્રેન આ વિશે વાત કરવા તૈયાર નથી. સાથે જ તેમણે કહ્યું કે, આ બધું જલ્દી જ પૂરૂ થઇ જશે.