CM હાઉસ ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી અશોક ગાલહોતે જાહેરાત કરી
અગાઉ ક્ધહૈયાલાલના પરિવારને 51 લાખની સહાય આપી હતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ઉદયપુર હત્યા કાંડ બાદ મૃતક ક્ધહૈયાલાલના બે પુત્રોને સરકારી નોકરી આપવામાં આવશે. આ જાહેરાત મુખ્યમંત્રી અશોક ગાલહોતે સીએમ હાઉસ ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં કરી હતી. કેબિનેટમાં આવેલા આ પ્રસ્તાવ પર તમામ મંત્રીઓએ પણ સહમતિ દર્શાવી છે. આ પહેલા રાજ્ય સરકારે ક્ધહૈયાના પરિવારને 51 લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો હતો.
આ સિવાય કેબિનેટની બેઠકમાં બીજા ઘણા ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. જેમાં નવી સરકારી કોલેજોની કામગીરી અંગે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે 28 જૂને ઉદયપુરમાં દરજીની દુકાન ધરાવતા ક્ધહૈયાલાલની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી.