યુરોપિયન મેડિસિન એજન્સી (EMA) એ જણાવ્યું છે કે આ શિયાળામા કોવિડ 19નાં તદ્દન નવા વેરિયન્ટ ઉદ્ભવી શકે છે. જાણો વિગતવાર
યૂરોપીયન યુનિયનની ડ્રગ એજન્સીએ શુક્રવારે જણાવ્યું કે આ શિયાળામાં કોવિડ 19નાં તદ્દન નવા વેરિયન્ટ ઉદ્ભવી શકે છે, પણ જે વેક્સિન હાલમાં ઉપલબ્ધ છે, તે આપણને બીમારી અને મૃત્યુથી સુરક્ષા આપવામાં સફળ રહેવી જોઈએ.
- Advertisement -
યૂરોપીયન યૂનિયંનાં 27 રાષ્ટ્રો સંભવિત કોરોના વેવ સામે એક બૂસ્ટર કેમ્પેન માટેની તૈયારી કરી રહ્યા છે. યુરોપિયન મેડિસિન એજન્સી (EMA) એ જણાવ્યું હતું કે, તેમાં હવે ઓમિક્રોન સ્ટ્રેઇન માટે નવા-મંજૂર કરાયેલા જબ્સનું મિશ્રણ અને 2019 માં ચીનમાં પહેલી વખત ઉદ્ભવેલા વાયરસ સામે લડવા માટે વિકસિત મૂળ રસીઓનો સમાવેશ થશે.
યૂરોપીયન યુનિયનની ડ્રગ એજન્સીએ આપી ચેતવણી
પરંતુ લોકોએ કોઈ સ્પેસિફિક વેક્સિનની રાહ ન જોવી જોઈએ આમ EMAનાં ચીફ Marco Cavaleri જણાવે છે. ગુરુવારે EMAએ ફાઇઝર/બાયોએનટેક અને Modernaની વેક્સિનને મંજૂરી આપી છે કે જે ઓમિક્રૉનનાં જૂના સબવેરિયન્ટ BA.1 સાથે લડવામાં સક્ષમ છે.
- Advertisement -
હાલના BA.4 અને 5 સ્ટ્રેન્સ માટે અપડેટ કરેલ Pfizer NSE 0.25 % સંસ્કરણ સપ્ટેમ્બરના મધ્યમાં ઓથોરાઇઝ થવું જોઈએ. પરંતુ નવા ઓમિક્રૉન સામે અસરકારક રસી માત્ર વૃદ્ધો, પીડિતો, ગર્ભવતી મહિલાઓ, હેલ્થકેર વર્કર્સ માટે જ સીમિત રહશે.
હાલમાં હાજર વેક્સિન બીમારી અને મૃત્યુથી સુરક્ષા આપી શકે છે : EMA
લોકો છતાં પણ ઓરિજિનલ વેક્સિન કે જે વુહાન સ્ટ્રેઇન સામે લડવામાં સક્ષમ છે, તે લઈ શકશે. તેઓ કહે છે કે ઓરિજનલ વેક્સિન હજુ પણ ગંભીર કોરોના સામે લડવામાં સક્ષમ છે ભલે પછી તે ઇન્ફેકશન ફેલાતું રોકવામાં વધારે અસરકારક ન હોય.
તેમણે કહ્યું કે તે આ શિયાળામા નવા વેરિયન્ટ જોવા મળશે તે જૂના ઓમિક્રૉન સ્ટ્રેઇનને લગભગ મળતા આવતા હશે, જેને હવે મોટેભાગે BA.4 અને 5 દ્વારા રિપ્લેસ થઈ ગયા છે.