પૂજિત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ અને વિજયભાઈ રૂપાણી પરિવારનું સુંદર આયોજન
મનોદિવ્યાંગ બાળકો માટે મેડિકલ ચેક-અપ, રમતગમત અને પ્રસાદ સહિતના કાર્યક્રમો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કુદરતે જેને અકાળે છીનવી લીધા છે તેવા સૌના લાડીલા અને હ્રદયસ્થ એવા પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના સપૂત વિજયભાઈ રૂપાણી આજે આપણી વચ્ચે નથી પરંતુ તેમનો હસમુખો ચહેરો અને તેમનો દયાળુ આત્મા કાયમ સ્મરણમાં રહેશે. સ્વ. વિજયભાઈને બાળકો ખુબ જ પ્રિય હતા અને તેમાં પણ ખાસ કરીને મનો દિવ્યાંગ બાળકો ઉપર અપાર સ્નેહ વરસાવતા હતા. સ્વ. પૂજિત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ તથા રૂપાણી પરિવાર દ્વારા આ વખતે વિજયભાઈનો જન્મદિવસ ’ વિજય વ્હાલ સંગમ’ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તા. બીજી ઓગસ્ટે વિજયભાઈનો જન્મદિવસ છે અને આ દિવસે મનોદિવ્યાંગ બાળકો માટે મેડીકલ ચેકઅપ કેમ્પ, રમતોત્સવ અને ભોજન સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. વિજય વ્હાલ સંગમ કાર્યક્રમ બીજી ઓગસ્ટને શનિવારે સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી અવધ રોડ ઉપર આવેલી હોટેલ સિઝન્સ ખાતે યોજાશે.
મનોદિવ્યાંગ બાળકો પ્રત્યે વિજયભાઈ અપાર લાગણી ધરાવતા હતા અને તેમની સાથે ઘણી વાર સમય વિતાવતા હતા. વિજયભાઈના અકાળે નિધન બાદ આ મનોદિવ્યાંગ બાળકો પણ તેમના પાલક છીનવાઈ ગયા હોય તેવી લાગણી અનુભવી રહ્યા છે ત્યારે રૂપાણી પરિવાર દ્વારા ખાસ આ બાળકો માટે વિજય વ્હાલ સંગમ કાર્યક્રમનું આયોજન કર્યું છે.
શનિવારે સવારે મનોદિવ્યાંગ બાળકોને હોટેલ સિઝન્સમાં લઇ જવાશે અને ત્યાં તેમનું મેડીકલ ચેકઅપ થશે. આ કેમ્પમાં રાજકોટના 40 થી વધુ સ્પેશીયાલીસ્ટ અને સુપર સ્પેશીયાલીસ્ટ ડોક્ટર્સ સેવા આપશે. આ કેમ્પમાં મનો દિવ્યાંગ બાળકોને થતા તમામ પ્રકારના રોગનું નિદાન કરવામાં આવશે અને તેમને જરૂરી દવા પણ આપવામાં આવશે. આ દવા રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશનના સહયોગથી આપવામાં આવનાર છે.
આ કેમ્પ બાદ બાળકોના મનોરંજન માટે ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને અવનવી રમતો યોજવામાં આવી છે. આ માટે ફનવર્લ્ડનો સહયોગ પ્રાપ્ત થયો છે.
કેમ્પ અને રમતગમત બાદ તમા બાળકો માટે હોટેલમાં જ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ભોજન બાદ તમામ બાળકોને તેમના વ્હાલા સ્વ. વિજયભાઈના સ્મરણાર્થે ગીફ્ટ હેમ્પર પણ આપવામાં આવશે.
- Advertisement -
રૂપાણી પરિવાર માને છે કે,આ પ્રકારના કાર્યક્રમો જે સ્વ. વિજયભાઈએ પોતાના લાડકા પુત્ર પુજીતની પુણ્યસ્મૂર્તિમાં શરૂ કરેલ હતા ત્યારે તેઓભ્ય નો પરમાર્થ કાર્ય નો જે પવિત્ર સંકલ્પ હતો તેને દિશાદર્શન ગણી વંચિત -નિરાધાર જરૂરિયાતમંદ શ્રમજીવી બાળકો ના ઉત્થાન-ઉત્કર્ષ નું પુણ્યકાર્ય અવિરત ચાલુ રાખી પરિવાર તેમજ સાથીઓ તેમને જીવંત રાખશે. રાષ્ટ્રસેવા- સમાજસેવા ને જીવનમંત્ર -આરાધ્ય બનાવનાર સ્વ. વિજયભાઈની સેવાયાત્રા સાતત્યપૂર્ણ રીતે નિરંતર ચાલુ રાખી પરિવાર તેમજ ટ્રસ્ટ સેવાયજ્ઞ તેને જીવનકાર્ય બનાવશે. બાળકો માટે તેમજ છેવાડાના ના માનવી ની સેવા અને કલ્યાણ માટે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરી ભ્ય વિજયભાઈ રૂપાણી ના સેવાકાર્ય ને આગળ વધારવામાં આવશે તેમ ભ્યમતી અંજલિબેન રૂપાણી, ભ્ય ઋષભ રૂપાણી, ભ્ય રાધિકા રૂપાણી-મિશ્રા તેમજ સાથી કાર્યકર્તાઓ-પરિવારજનોએ જણાવ્યું છે.



