8 મહિનાથી સ્પેસ સ્ટેશનમાં અટવાયા છે
ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.12
અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ટૂંક સમયમાં ધરતી પર પાછા ફરશે. નાસાએ મંગળવારે કહ્યું કે તેમને માર્ચના મધ્યમાં પાછા લાવવામાં આવશે. બંને અવકાશયાત્રીઓ છેલ્લા 8 મહિનાથી સ્પેસ સ્ટેશન ફસાયેલા છે. અગાઉ, અવકાશયાત્રીઓના પાછા ફરવાની અંતિમ તારીખ માર્ચ એન્ડિંગ અથવા એપ્રિલ સુધી નક્કી કરવામાં આવી હતી. તેમને સ્પેસએક્સ કેપ્સ્યુલમાં પાછા લાવવામાં આવશે. સુનિતા વિલિયમ્સ ગયા વર્ષે 5 જૂને બુચ વિલ્મોર સાથે ઈંજજ પહોંચ્યા હતા. તેને એક અઠવાડિયા પછી પાછા ફરવાનું હતું. તે બંને બોઇંગના નવા સ્ટારલાઇનર કેપ્સ્યુલનો ટેસ્ટ કરવા ગયા હતા પરંતુ તેમાં ખામી સર્જાયા બાદ, તેઓ ઈંજજ પર રહી ગયા. ત્યારથી, તેઓ બંને ત્યાં જ અટવાઈ ગયા છે.
અગાઉ, નાસાએ ફેબ્રુઆરી 2025માં ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાન દ્વારા સુનિતા અને બુચ વિલ્મોરને પાછા લાવવાની માહિતી આપી હતી. જો કે આ થઈ શક્યું નહીં.