ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રેંજ આઇજી મયંકસિંહ ચાવડા તથા ગીર-સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની માર્ગદર્શન હેઠળ ગીર-સોમનાથ જિલ્લામાં માદક પદાર્થ જેવા કે ગાંજો, ડ્રગ્સ સહિત નશીલી ચીજ વસ્તુનો ગેરકાયદેસર કાળો કારોબાર કરનાર સામે કડક હાથે કામગીરી કરવાની સુચના મળતા ગીર-સોમનાથ એસઓજી પીઆઇ એ.બી.જાડેજા તથા ઊના પીઆઇ એન.કે.ગોસ્વામી તથા સ્ટાફના લોકોને મળેલી ચોકકસ બાતમીના આધારે ઊના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે ગાંગડા-ઉંટવડા રોડ પરથી જીજ્ઞેશ ઉર્ફે લાલો મહેશ જયસ્વાલ રહે. ટીંબી તા.જાફરાબાદ વાળાને મોટરસાયકલ જી.જે.14 એ.એસ.1495 વાળાને ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો વજન 845 ગ્રામ કિં.રૂા.8450 સાથે કુલ મુદ્દામાલ કિં.રૂા.38450 સાથે ઝડપી લેવામાં આવ્યો હતો જયારે તેની પુછપરછમાં આ ગાંજો પોતાને મનુભાઇ સંધી રહે.મહુવાવાળાએ આપેલ હોવાની કબુલાત આપી હતી. ત્યારે પોલીસે મનુ સંધીને ઝડપી લેવા ચક્રોગતીમાન કર્યા છે.