રશિયાની સૌથી મોટી ઓઇલ નિર્માતા કંપની રોસનેફ્ટએ ભારતની બે સરકારી તેલની કંપનીઓ સાથે કાચા તેલની ડીલ સાઇન કરવાની મનાઇ ફરમાવી છે. જેનું કારણ છે કે, રોસનેફ્ટ પહેલા પણ કેટલાક બીજા ગ્રાહકોની સાથે તેલ સપ્લાઇની ડીલ કરી ચુક્યા છે. ત્યાર પછી તેમની પાસે ભારતીય કેપનીઓને આપવા માટે તેલ નથી.
- Advertisement -
યૂક્રેન પર હુમલાના પગલે પશ્ચિમી દેશોએ રશિયા પર કેટલીય રીતે પ્રતિબંધ લગાવ્યા હતા. ત્યાર પછી ભારતીય કંપનીઓ રશિયાથી સસ્તુ તેલ ખરીદવાની કોશિશ કરી રહ્યા છે. જો કે, આ એક વાત ચોખ્ખી છે કે, રશિયા તમામ પ્રતિબંધોના કારણે કેટલાય દેશો તેલ વેચી રહ્યા છે.
ભારતીય કંપનીઓએ પ્રસ્તાવ નકાર્યો
મળેલા સમાચાર મુજબ, રશિયા સાથે ડીલ થવા પર ભારતીય કંપનીઓ આવનારા સમયમાં સ્પોટ માર્કટથી મોંઘુ તેલ ખરીદવું પડશે. જેનાથી ભારતમાં તેલની કિંમતો એક વાર ફરીથી વધી શકે છે. ભારતની સરકારી કંપનીઓ ભારત પેટ્રોલિયમ કોર્પ અને હિંદુસ્તાન પેટ્રોલિયમને આપેલી છુટના અનુસાર આકર્ષિત ઇે 6 મહિનાની ડીલ કરવા આ વર્ષની શરૂઆથમાં રોસનેફ્ટ વાતચીત શરૂ કરી હતી. પરંતુ રશિયાની કંપનીઓએ ભારતીય કંપનીઓનો પ્રસ્તાવ નકાર્યો હતો.
પહેલા ભારે ડિસ્કાઉન્ટ આપતી હતી રશિયાની કંપની
આ વિશેની વધુ વિગત જણાવતા કહ્યું કે, પહેલા કંપનીઓ સારૂ એવું ડિસ્કાઉન્ટ આપતી હતી, પરંતુ હવે આપતી નથી. ઓફર ઓછી કરી દીધી છે અને હવે પહેલા જેવી છુટ નથી કારણકે વીમા અને માલ પહોંચાડવાની કિંમતો વધી ગઇ છે. આ કેસમાં રોસનેફ્ટ, આઇઓસી, એચપીસીએલ અને બીપીસીએલએ આ બાબતે કોઇ જવાબ આપ્યો નથી. એશઇયાઇ ખરીદદારોની વધતી માંગને પૂરી કરવા અને યૂરોપીય સંઘના પ્રતિબંધોના પ્રભાવને દૂર કરવા માટે રશિયા પોતાના પ્રમુખ પૂર્વી બંદરગાહ કોજમિનોથી તેલ આયાત કરવામાં લગભગ પાંચમો ભાગ વધારી રહ્યો છે.