ખાસ-ખબર સંવાદદાતા
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાડીમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું છે કે રશિયાએ કીવથી 55 કિ.મી. દૂર આવેલા ડેસ્ના ટાઉન પર કરેલા હુમલામાં 87ના મોત થયા છે.આ ઉપરાંત યુક્રેનના અધિકારીએ દાવો કર્યો હતો કે યુદ્ધ શરુ થયુ તે પછી પુતિન પર હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તે બચી ગયા હતા. બીજી બાજુએ મારિયુપોલમાંથી વધુ 200 મૃતદેહો મળી આવ્યા છે.
એક મકાનના બેઝમેન્ટના કાટમાળમાંથી 200 મૃતદેહો મળી આવ્યા હતા. હજી પણ જેમ-જેમ કાટમાળ હટશે તેમ-તેમ વધુ મૃતદેહો મળી આવે તેમ મનાય છે.