રશિયાના ખાબરોવસ્ક શહેરના મિલિટ્રી કેમ્પ પર બ્લાસ્ટના સમાચાર મળી રહ્યા છે. જેમાં એક વ્યક્તિની મૃત્યુ અને અનેક લોકો ઘાયલ થયા હોવાની માહીતી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુરૂવારના રાત્રે મિલિટ્રી કેમ્પ પર બ્લાસ્ટ થયો હતો. પરંતુ બ્લાસ્ટ કયા કારણે થયો તેની કોઇ જાણકારી મળી રહી નથી.
રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પગલે રશિયાએ બ્લાસ્ટ માટે યુક્રેનને જવાબદાર ગણાવ્યુ છે. જેમાં 1 રશિયન નાગરિકની મૃત્યુ થઇ ગઇ છે, 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે.
- Advertisement -
યુક્રેનએ જે બોમ ફેંક્યો છે, તે રશિયાના બેલગોરોડ વિસ્તારના સોલોખી ગામમાં પડયો. આ ગામમાં લગભગ 600 લોકો રહે છે. જે યુક્રેનની સીમાથી લગભગ 11 કિલોમીટર દુર છે. જો કે રશિયાના નાગરિકો અહીંથી સુરક્ષિત જગ્યા પર મોકલવામાં આવી રહ્યા છે, કારણકે વધુ હમલાની આંશકા સેવાય રહી છે.
ઉલ્લેખનીય છે કે, યુક્રેન સાથેના યુદ્ધની વચ્ચે છેલ્લા અઠવાડિયે પણ રશિયામાં બે બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા હતા. જે રશિયાના બેલગોરોડમાં થયા હતા. બેલગોરોડના ગવર્નરએ આ બ્લાસ્ટની ખાતરી કરી હતી.
જો કે, બેલગોરોડ યુક્રેનની સીમા પાસે આવેલું રશિયન સીટી છે. જે ખારકીવથી માત્ર 40 કિમી દુર છે. યુક્રેન સાથેના યુદ્ધ દરમ્યાન કોઇ પણ સ્થિતિથી લડવા માટે રશિયાએ બેલગોરોડમાં પણ સુરક્ષા વધારી દીધી છે. જો કે, આ વચ્ચે બેલગોરોડમાં હુમલાના સમાચાર સામે આવ્યા હતા. આ બ્લાસ્ટનો યુક્રેનના યુદ્ધ સાથે કોઇ સંબંધ છે કે નહીં તે હજુ સુધી સાબિત થયુ નથી.