સાપનો શ્વાસ રૂંધાઇ ગયો અને મોત થઇ જતા મહિલાની ગરદનમાં અટવાઈ ગયો

રશિયાના દાગિસ્તાન વિસ્તારના લેવાશી ગામમાં એક એવો કિસ્સો સામે સામે આવ્યો છે જે રશિયાની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા છે. અહીં એક સૂતેલી મહિલાના મોઢા દ્વારા 4 ફૂટથી વધુ લાંબો સાપ તેના શરીરમાં પ્રવેશ કરી ગયો. જો કે પછીથી સાપનો શ્વાસ રૂંધાઇ ગયો અને તેનું મોત થઇ ગયું પરંતુ તે ગરદનમાં જ અટવાઇ ગયો.

અહેવાલ અનુસાર જ્યારે મહિલાને તે વાતનો અહેસાસ થયો તો તરત જ તે સીધી હોસ્પિટલ પહોંચી. મહિલાએ ડોક્ટરને જણાવ્યું કે તેને શરીરમાં કંઇક અજીબ વસ્તુ ફસાયેલી હોય તેવો અનુભવ થઇ રહ્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે તેના શરીરમાં, શ્વાસની નળીમાં એક સાપ ફસાયેલો છે. ડોક્ટર્સે મહિલાને એનેસ્થિસિયા આપ્યુ અને ખૂબ જ સાવચેતીથી આ સાપને બહાર કાઢ્યો. ડોક્ટર્સને પણ તે ખ્યાલ ન હતો કે તે 4 ફૂટ લાંબો સાપ હશે પરંતુ તેને બહાર કાઢ્યા બાદ ડોક્ટર્સના હોશ ઉડી ગયા.

મહિલાના મોઢામાંથી સાપ કાઢી રહેલી ડોક્ટર પણ આટલો મોટો સાપ જોઇને ગભરાઇ ગયા અને તેના મોઢામાંથી ચીસ નીકળી ગઇ. ડોક્ટર્સ અનુસાર સાપનુ મોત થઇ ચુક્યુ હતું. જો કે તેને બહાર કાઢતી વખતે તે વાતનો વિશ્વાસ ન હતો કારણ કે તે બેભાન પણ હોઇ શકે છે.

દાગિસ્તાન હેલ્થ ડિપાર્ટમેન્ટે હોસ્પિટલમાં થયેલા આ વિચિત્ર ઓપરેશનની ફુટેજ પણ જારી કરી છે. હેલ્થ ડિપાર્ટમેન્ટે લોકોને એડવાઇઝરી જારી કરીને કહ્યું કે તે આંગણા અથવા ખુલ્લી જગ્યા પર સૂવાથી બચો અને બાળકોનું ધ્યાન રાખો. જણાવી દઇએ કે આ મહિલા ઘરના આંગણામાં જમીન પર સુતી હતી.