સિંહ ગણતરીના લીધે મહંતની ભાવિકોને અપીલ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
- Advertisement -
જુનાગઢ ગીરનાર જંગલમાં દક્ષિણ રેન્જમાં આવેલ અતિ પ્રાચીન સરખડીયા હનુમાન મંદિરના મહંત દ્વારા ભાવિકોને અપીલ કરવામાં આવી છે જેમાં આજથી સિંહ ગણતરી શરુ થઇ છે ત્યારેઆથી ધર્મપ્રેમી ભક્તોને જણાવવાનું કે આજ રોજ શનિવાર તારીખ 10/5/2025 થી 13/5/2025 મંગળવાર સુધી સિંહ ગણતરી ચાલુ હોવાથી સરખડીયા મંદિરે આવવા માટે રસ્તો બંધ રહેશે જેના લીધે મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો આજથી ચાર દિવસ સુધી નહિ આવવા અપીલ કરવામાં આવી અને સિંહ ગણતરી પૂર્ણ થયા બાદ તા. 14 મે બુધવાર પછી ભાવિકો સરકડીયા હનુમાન મંદિરે આવવા બધાને નમ્ર વિનંતી મહંત દ્વારા કરવામાં આવી છે. તેમ એક એક યાદીમાં જણાવ્યું છે.