વિસાવદર શહેરના જૂની ફોલ્ટ ઓફિસની સામેની શેરીમાં નગરપાલિકા વિસાવદર દ્વારા ખાડા ખોદી ખાડા ન બુરાતા લતાવાસીઓ આગબબુલા થયેલ છે તેઓના જણાવ્યા અનુસાર વિસાવદર નગરપાલિકાના વહીવટદાર મામલતદાર હોય તેઓને અવારનવાર રજુઆત કરવા છતાં કોઈ પગલાં ભરાયેલ નથી આ અંગે નગરપાલિકામાં પણ અવારનવાર રજુઆત કરવામાં આવેલ હોવાછતાં કોઈ પગલાં ભરાયેલ ન હોય આ ગલીમાં કોઈ વાહન ચાલી શકે તેમ ન હોય
કોઈ વૃદ્ધ કે બીમાર માણસને દવાખાને લઈ જવામાં લાવવામા તકલીફ પડતી હોય તે છતાં કોઈ પગલાં નહિ લેવાતા સ્થાનિક લોકો દ્વારા લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચારેલ છે અને સેરીમાંથી જ્યાં સુધી નગરપાલિકા તથા મામલતદાર કાર્યવાહી નહિ કરે ત્યાં સુધી કોઈ મતદાન નહિ કરે તેવી ચીમકી ઉચ્ચારેલ છે.અને શહેરમાં અન્ય લોકો પણ મતદાનનો બહિષ્કાર કરે તેવી સ્થિતિ ઉભી થતા લોકરોષ ફાટી નીકળ્યો છે.



