– બે વર્ષ સુધી બીજા દેશની યાત્રા અને વેપાર પર પ્રતિબંધ
નોર્થ કોરિયામાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો. કોરોનાનો કેસ આવતા જ કિમ જોંગએ સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. તેમણે કોરોનાથી બચવાના ઉપાયો અને સાવચેતીના પગલા લેવાના આદેશ આપ્યો છે. સાથે જ કોરોનાની ગાઇડલાઇનનું કડક પાલન કરવા સુચના આપી છે. મળેલી માહિતી મુજબ આજ રોજ રાજધાની પ્યોંગયોંગમાં કેટલાક લોકોના સેમ્પલ લઇ તપાસ માટે મોકલવામાં આવ્યા. જેમાં કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
- Advertisement -
WHOના અનુસાર, ઉત્તર કોરિયાએ વર્ષ 2020ના પૂર્ણ થયા સુધીમાં 13,259 શંકાસ્પદ લોકોના સેમ્પલની તપાસ કરતા તેમના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા.
કોરોનાના નિયમોના કડક પાલનનો આદેશ
સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, એમિક્રોન વેરિયેન્ટનો કેસ આવ્યા પછી કિમ જોંગએ પોલિત બ્યુરો અને તેમના અધિકારીઓની બેઠક બોલાવી અને જાહેરાત કરી કે, કોરોનાથી બચવાના નિયમોનું કડક બનાવવામાં આવે અને લોકો તેનું સખત પાલન કરે. KCNAએ કહ્યું કે, બેઠકનો ઉદેશ્ય કોરોનાના ટ્રાંસમિશનને રોકવાનો અને તેને ઓછામાં ઓછા સમયમાં ખતમ કરવાનો હતો. જો કે, જાણકારોનું કહેવું છે કે નોર્થ કોરિયાની ખરાબ સ્વાસ્થ્ય વ્યવસ્થાને જોતા દેશમાં કોરોનાના ગંભીર પરિણામો આગામી સમયમાં જોવા મળશે.
બે વર્ષ સુધી બીજા દેશની યાત્રા અને વેપાર પર પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020ની શરૂઆતમાં દુનિયાભરમાં કોરોના વાયરસના કેસો આવ્યા પહેલા ઉત્તર કોરિયાએ વાયરસને રોકવા માટે ગંભીર અને કડક પગલા લીધા હતા. સરકારે કોરોનાના આવા લક્ષણોવાળા લોકોને છોડી દીધા હતા અને બે વર્ષ માટે બીજા દેશોની યાત્રા અને વેપાર પર પ્રતિબંધ લગાવ્યો છે.
- Advertisement -
પહેલાથી જ પરમાણુ હથિયાર અને મિસાઇલને લઇને પ્રતિબંધો અને તેમાં કોરોનાથી બચવા માટે વેપાર અને પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધની બહુ ગંભીર અસરો અર્થવ્યવ્સ્થા પર પડી શકે છે.
North Korea confirms its first-ever case of Covid and declares a "severe national emergency", with Kim Jong Un vowing to "eliminate" the virus, reports AFP
— ANI (@ANI) May 12, 2022