રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલો જંગ હવે સાતમા મહિનામાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે અને આ જંગ ટૂંક સમયમાં ખતમ થવાના કોઈ અણસાર હાલમાં તો દેખાતા નથી.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલો જંગ હવે સાતમા મહિનામાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે અને આ જંગ ટૂંક સમયમાં ખતમ થવાના કોઈ અણસાર હાલમાં તો દેખાતા નથી. યુદ્ધની ધડાકાઓની વચ્ચે રાષ્ટ્રના નામ પર સંબોધન કરતી વખતે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે બુધવારે અમેરિકા સહિત પશ્ચિમી દેશોને ધમકી આપતા એલાન કર્યું છે કે કોઈ પણ ન્યૂક્લિયર અટેકની ચેતવણીને હળવાશથી ન લે. તેમણે એવું પણ કહ્યું કે, એટમી ચેતવણી કોઈ ડ્રામ નથી, રશિયા પર ખતરો મંડરાશે તો એટમી હુમલો પણ કરી દઈશું.

યુરોપમાં બે દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન તરફથી અમેરિકા અને યુરોપને મોટી ધમકી આપવામાં આવી છે. પુતિને કહ્યું કે, ન્યૂક્લિયર અટેકની ચેતવણીને કોઈ પણ હાલતમાં હળવાશથી ન લેવી. એટમી ચેતવણી કોઈ ડ્રામા નથી. જો રશિયા પર કોઈ ખતરો આવ્યો તો ન્યૂક્લિયર હુમલો કરી દઈશું. અમેરિકાને ચેતવણી આપતા તેમણે કહ્યું કે, અમારી પાસે નાટો કરતા પણ એડવાંસ હથિયારો છે.

જનમત સંગ્રહની તૈયારીમાં રશિયા

પુતિને કહ્યું કે, જો રશિયાના ક્ષેત્રિય અખંડિતતાને ખતરો ઊભો થશે તો, મોસ્કો જવાબી પ્રતિક્રિયાનું રુપ ધારણ કરશે. સાથે જ અધિકારીઓએ કહ્યું કે, 300,000 જવાનોની આંશિક તૈનાતીની યોજના પણ બનાવી છે.

આ તમામની વચ્ચે યુક્રેનથી લઈને રશિયા પણ જનમત સંગ્રહ કરાવાની તૈયારીમાં છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આજે બુધવારે દેશને સંબોધન કર્યું. આ સંબોધન યુક્રેનમાં રશિયાના હુમલા બાદ પુતિનનું રાષ્ટ્રના નામે પ્રથમ સંબોધન હતું. પુતિને પોતાના સંબોધન દરમિયાન યુક્રેનમાં સેનાની હાજરી અને ત્યાંની સ્થિતિ વિશે દેશની જનતાને જણાવ્યું હતું.