અધ્યાપક તથા પીએચ.ડી. તરીકે કારકિર્દી ઘડવા માંગતા ઉમેદવારો માટે તાલીમમાં જોડાવવા માટેની ઉત્તમ તક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
યુ.જી.સી. એ એમ.ફીલ. પી.એચ.ડી. રેગ્યુલેશન – 2009, 2016 અને 2018 મુજબ દેશભરની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અધ્યાપક થવા માટે યુ.જી.સી. નેટ પરીક્ષા ફરજિયાત કરી છે. તાજેતરમાં યુ.જી.સી. મારફત રાષ્ટ્રીય શિક્ષા નિતી-2020 અન્વયે દેશભરમાં પીએચ.ડી. કરવા માંગતા છાત્રો માટે નેટ પરીક્ષાનાં ગુણ ગણાશે અને મોટાભાગની દેશની યુનિવર્સિટીઓએ પીએચ.ડી. માટે યુ.જી.સી. નેટ પરીક્ષા ફરજીયાત કરેલ હોય સૌરાષ્ટ્ર વિસ્તારનાં છાત્રો શિક્ષણ ક્ષેત્રની ઉચ્ચત્તર ડિગ્રી ડોકટરેટમાં પ્રવેશ મેળવી શકે તે માટે આગોતરી તૈયારીનાં તાલીમવર્ગો શરૂ કરવામાં આવનાર છે. ₹
- Advertisement -
અધ્યાપક તથા પીએચ.ડી. તરીકે કારકિર્દી ઘડવા માંગતા ઉમેદવારો માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે વિનામૂલ્યે તાલીમમાં જોડાવવા માટેની ઉત્તમ તક આપી છે.
આગામી ડિસેમ્બર-2025 માસમાં યોજાનાર નેટ પરીક્ષાના વર્ગો સૌરાષ્ટ્ર યુનિર્સિટીમાં SC/ST/OBC (નોન ક્રિમીલેયર) PH/MINORITYનાં વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ગઊઝ જનરલ પેપર નં. 1 ના વર્ગો તા. 20-11-2025ને ગુરૂવારથી સવારના સમયમાં શરૂ થશે. નેટ’ કોચીંગના વર્ગોમાં પી.જી.ના ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓ તેમજ અનુસ્નાતક/એમ.ફિલ./પીએચ.ડી. ના વિદ્યાર્થીઓ જોડાઈ શકશે.



