જાપાનમાં નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું
 40 કલાકમાં 1 રાષ્ટ્રપતિ, 2 ઙખ અને 35 ઈઊઘને મળશે, કુલ
23 મીટિંગમાં હાજરી આપશે
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે ચઞઅઉ સમિટમાં ભાગ લેવા માટે જાપાન જવા રવાના થયા હતા. તેઓ સોમવારે સવારે ટોક્યો પહોંચ્યા હતા. અહીં ભારતીય મૂળના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ સાથે જ મોદી-મોદીના નારા પણ લગાવ્યાં હતાં. વડાપ્રધાન મોદી મંગળવાર સાંજ સુધી જાપાનમાં
રોકાવાના છે.
જાપાનની 40 કલાકની મુલાકાત દરમિયાન મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને ઑસ્ટ્રેલિયાના નવા ચૂંટાયેલા વડાપ્રધાન એન્થોની અલ્બેનિસને મળશે. ટોક્યોમાં તેમના 40 કલાકના રોકાણ દરમિયાન મોદી જાપાનના 35 બિઝનેસ લીડર્સ અને ઈઊઘને પણ મળશે. આ દરમિયાન તેઓ 23 બેઠકોમાં ભાગ લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પીએમ ફુમિયો કિશિદાના આમંત્રણ પર જાપાન પહોંચ્યા છે. ત્યારે તેમણે કહ્યું છે કે, ‘આ વર્ષે માર્ચમાં કિશિદા ભારત-જાપાન વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. ટોક્યોની અમારી મુલાકાત દરમિયાન અમે ભારત અને જાપાન વચ્ચે વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી અંગે ચર્ચા કરીશું.’
ક્વોડ મીટિંગ સિવાય નરેન્દ્ર મોદી અને યુએસના પ્રમુખ જો બાઇડન ટોક્યોમાં દ્વિપક્ષીય બેઠક કરશે. આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત રશિયા-યુક્રેન મુદ્દે પણ ચર્ચા થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોક્યો પહોંચીને જાપાની અને અંગ્રેજી બંન્ને ભાષામાં ટ્વિટ કરી જેમાં તેમણે જણાવ્યું કે, હું ટોક્યો પહોંચી ગયો છું. આ યાત્રા દરમ્યાન વિભિન્ન કાર્યક્રમોમાં ભાગ લઇશ, જેમાં ક્વાડ સમિટ, મિત્રો ક્વાડ લીડર્સને મળીશ, જાપાની બિઝનેસ લીડર્સ અને જીવંત ભારતીય ડાયસ્પોરાની સાથે વાતચીત કરવાના કાર્યક્રમનો સમાવેશ થાય છે.
તેમની સાથે જ વડાપ્રધાનએ જાપનામાં પણ ટ્વિટ કર્યુ કે, જાપાનમાં ભારતીય સમુદાયના એક ભારતના રૂપમાં પોતાને સ્થાપિત કરતા વિભિન્ન ક્ષેત્રોમાં યોગદાન આપ્યું છે. હું જાપાનમાં રહેનારા બધા ભારતીયોના જુસ્સાથી ભરેલા સ્વાગતને માટે ધન્યવાદ કરું છું.

જાપાની છોકરાને કડકડાટ હિન્દી બોલતાં જોઈને મોદી ખુશ

જાપાનના ટોક્યોમાં એક હોટલમાં વડાપ્રધાનના આગમન પહેલા ભારતીય લોકો બાળકો સાથે રાહ જોઇ રહ્યા હતા, ત્યારે એક જાપાની છોકરાએ વડાપ્રધાન મોદી સાથે હિંદીમાં વાત કરી, ત્યાર પછી મોદીએ કહ્યું, તમે હિંદી ક્યાંથી શીખી? તમે આટલી સરળતાથી હિંદી કઇ રીતે બોલી શકો છો? જયારે હિંદી બોલનારી પહેલા જાપાની છોકરા વિજુકીએ મીડિયામાં કહ્યું કે, હું વધુ હિંદી નથી બોલી શકતો, પરંતુ હું સમજતો નથી. વડાપ્રધાનએ મારો સંદેશો વાંચ્યો, અને મને ઓટોગ્રાફ પણ આપ્યો, હું ખુશ છું.

લોકોએ ‘ભારત મા કા શેર’ના નારા પણ લગાવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે પહોંચેલા મૂળ ભારતીય લોકોએ કહ્યું કે, અમે જાપાનમાં વડાપ્રધાનના સ્વાગત કરવા માટે ખૂબ ખુશ છીએ. તેમની ઉર્જા સકારાત્મકતાથી ભરપૂર છે. તેમને દરેક જગ્યાને ગૌરવપૂર્ણ બનાવી દીધી. તેમની સાથે જ વડાપ્રધાનના સ્વાગત માટે આવેલા બાળકોએ કહ્યું કે, વડાપ્રધાને અમારી સાથે વાત કરી, અમને ઓટોગ્રાફ આપ્યા, અને અમારી પેન્ટિંગ્સ પણ જોઇ.