અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે નોર્થ ગુજરાત ઇન્ટર આઈ એમ એ ક્રિકેટર ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે.દર વર્ષે યોજાતી આ ટુર્નામેન્ટ માં મહેસાણા પાટણ ડીસા અને સાબરકાંઠા તથા અરવલ્લી મા યોજવામાં આવે છે.આ વર્ષે અરવલ્લીના મોડાસા ખાતે આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ઉત્તર ગુજરાતની 18 ટિમો મોડાસા ખાતેના બે ક્રિકેટર ગ્રાઉન્ડ પર ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહી છે.આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ ડોક્ટર્સની તણાવ ભરી જિંદગીમાંથી હળવાશની પળો સાથે સ્પોર્ટમેન્ટ સ્પીરીટની ભાવ ઉભો થાય તેવો પ્રયાસ છે..મોડાસા ખાતેના સરકારી ઈજનેર મેદાન તેમજ ગિરિમાળા ક્રિકેટ એસોશિયેશનના મેદાન ખાતે આ મેચો રમાશે કુલ ૧૮ ટીમો મા 2021 covid-19 પછી ડોક્ટર મિત્રો ભાગ લેશે જેમાં કુલ 28 થી 30 મેચો રમાડવામાં આવશે કુલ ચાર દિવસ ટુર્નામેન્ટ ચાલુ રહેશે જેની શરૂઆત શનિવાર ના રોજ મોડાસા ખાતે શરૂ કરી દેવાઇ છે ફાઇનલ આગામી 14 માર્ચે યોજાશે..આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના ડોક્ટર્સ તેમજ ક્રિકેટ રસિકો મા મેચ જોવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જગદીશ સોલંકી અરવલ્લી.


