માણાવદર પીએસઆઇ પી. વી. ધોકડિયા સાહેબ દ્વારા માણાવદર શહેર અને તાલુકાના નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે હાલ હોળી-ધુળેટીના તહેવારોમાં સરકારશ્રીના જાહેરનામા મુજબ કોરોના મહામારીના સમયમાં વધુ સાવચેત રહી રોગથી બચવા માટે જાહેરનામાનો અમલ કરશો, હોળીની ઉજવણીમાં બિનજરૂરી ભેગા થવું નહીં , માસ્ક ફરજીયાત પહેરવું, દો ગજ કી દુરી રાખવી, કોરોનાવાયરસથી બચવા માટે સરકાર શ્રીનાજાહેરનામાનો તથા આરોગ્ય વિભાગની સૂચનાનું પાલન કરશો તેમજ જાહેરનામાનો ભંગ કરનારા સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે જેની દરેક નાગરિકોએ નોંધ લેવી તેમ માણાવદર પીએસઆઇ ધોકડિયા સાહેબે જણાવ્યું હતું.
તસ્વીર- અહેવાલ
- Advertisement -
જીજ્ઞેશ પટેલ માણાવદર


