જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના વેરાવળ રોડ ઉપર શારદાગ્રામ પાસે બે બાઈક અને એક ફોર વ્હીલ વચ્ચે અકસ્માત સર્જાતા બાઇકમાં સવાર એક બાર વર્ષીય બાળકનું મોત થયું અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા જૂનાગઢ માટે રીફર કરવામાં આવતા તેનું પણ મોત થયું હતું.
- Advertisement -
પ્રાપ્ત માહિતી મુજબ શારદાગ્રામ પાસે એક બાઈક નંબર GJ11CB3309 કોઈપણ પ્રકારનું સિગ્નલ બતાવ્યા વિના રોંગ સાઈડમાં વણાંક લેવા જતા માંગરોળ થી વેરાવળ તરફ જતી ફોર વ્હીલ GJ03E8912 ચાલક તેને બચાવવા જતા બ્રેક મારી હતી. ત્યારે સામે થી આવતી બાઈક GJ11 Q 2160 ચાલકે બાઈક ફોરવહીલ સાથે અથડાઈ હતી જે બાઇકમાં સવાર દિવાસા ના 12 વર્ષીય બાળક જયેશ ઉર્ફે ધર્મેશ સાંમત ચુડાસમા ઘટના સ્થળે નું મોત નીપજ્યું હતું જ્યારે તેના પિતા સાંમત કરસન ચુડાસમા ઇજાગ્રસ્ત થતા તેને માંગરોળ સિવિલ અને ત્યારબાદ જૂનાગઢ રીફર કરવામાં આવ્યા હતા જ્યાં જૂનાગઢ તેનું મુત્યુ નીપજ્યું હતું.
હાઇવે પર અકસ્માત થતા લોકોના ટોળા એકઠા થયા હતા આ ઘટનાની પોલીસને જાણ થતાંજ પોલીસ ઘટના સ્થળે પોહચી હતી .
આ અકસ્માતમાં દિવાસા ના પિતા પુત્રને વધુ ઇજા થતાં બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારે પિતાને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવતા પિતાનું પણ જૂનાગઢ પોહચતા મુત્યુ થયું હતું
જે ઘટનાને લઈ માંગરોળ સરકારી હોસ્પિટલે લોકોના ટોળા એકઠા થયાં હતાં


