સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જી.આઈ.ડી.સી. વિસ્તારના વિકાસ માટે એક મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવ્યું છે. જી.આઈ.ડી.સી.-2, રાજકોટ રોડ પર આવેલ રૂ. 1.47 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બોક્સ કલ્વર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણ સમારંભ માનનીય મેયર ધર્મેશભાઈ પોંશિયાના વરદ હસ્તે યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, કમિશનર તેજસ પરમાર, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, નાયબ કમિશનર ડી.જે. જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, દંડક કલ્પેશભાઈ અજવાણી, બાંધકામ સમિતિના ચેરમેન જયેશભાઈ બોઘરા, કોર્પોરેટર પ્રવીણભાઈ વાઘેલા, કાર્યપાલક ઇજનેર જયેન્દ્રસિંહ ઝાલા, અને અન્ય ઇજનેરશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ બોક્સ કલ્વર્ટના નિર્માણથી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને નાગરિકોને અવરજવરમાં સરળતા રહેશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક ઉદ્યોગો અને રહેવાસીઓને મોટી રાહત મળશે.
જૂનાગઢ જી.આઈ.ડી.સી.પાસે રૂ.1.47 કરોડના ખર્ચે બોક્સ કલ્વર્ટનું લોકાર્પણ

Follow US
Find US on Social Medias


